પાટણ જીલ્લામાં એક જ દિવસમાં નવા 31 કેશ કોરોના પોઝિટિવ….

પાટણ જીલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનો આંક વધતો જઈ રહ્યો છે, ત્યારે આજે પાટણ જીલ્લા માં આજે સવાર થી રાત સુધી માં ૩૧ કેશ કોરોના પોઝિટિવ આવ્યા. પાટણ શહેર અને તાલુકા માં આજે કુલ ૧૫ કેશ કોરોના પોઝિટિવ આવ્યા . જેમાં ૧૨ પાટણ શહેરમાં અને પાટણ તાલુકાના સંખારી ગામે ૧ અને ૨ ધારપુર કેમ્પસ માં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા . જેમાં થી ૪ સ્ત્રી અને ૧૧ પુરુષ ના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા. ચાણસ્મા તાલુકામાં વધુ ૯ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા . જેમાં ચાણસ્મા શહેરમાં ૨ અને ચાણસ્મા તાલુકા ના ખોરસમ અને કંબોઈ ગામમાં બે-બે (૨-૨) જ્યારે લુણવા અને ધિણોજ ગામમાં એક-એક (૧-૧) અને સેંધા ગામમાં એક (૧) , જેમાં ૩ સ્ત્રી અને ૬ પુરુષ ના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા.
સિદ્ધપુર શહેર અને તાલુકામાં પણ આજે વધુ ૪ કેશ નોંધાયા જેમાંથી ૩ સિદ્ધપુર શહેર માં જેમાંથી ૨ પુરુષ અને ૧ સ્ત્રીના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા જયારે સિદ્ધપુર તાલુકા ના સેદ્રાણા ગામમાં એક પુરુષ નો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો. જ્યારે હારીજ ના અડીયા ગામની સ્ત્રી નો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો , સાંતલપુરના કોલીવાડા ગામની સ્ત્રી નો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો , સરસ્વતી તાલુકાના ધારુસણ ગામ ના પુરુષ નો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો. કોરોના એ અત્યાર સુધી માં કુલ ૪૦ લોકો નો જીવ લહી ચુક્યો છે અને જીલ્લામાં કોરોના પોઝિટિવ નો આંક ૪૫૮ એ પહોંચી ચૂક્યો છે.
જય આચાર્ય