સેંકડો લોકોની સેવા કરનાર તબીબી ક્ષેત્રના ભિષ્મ પિતામહ ડૉ. ડી. એમ. દવેની ચિરવિદાય..

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના તેમજ પાડોશી રાજસ્થાન રાજ્ય ના લાખ્ખો લોકોના બીમારીમાં થી નવું જીવન બક્ષનાર અને તબીબી ક્ષેત્રના ભીષ્મપિતામહ સમાન સમગ્ર ગુજરાત ના ખ્યાતનામ મેળવનાર ડોકટર ડી એમ દવે એ મોડાસા ની સાર્વજનિક હોસ્પિટલમાં સતત સેવા બક્ષનાર અને લોકો જેમને ભગવાનના સ્વરૂપમાં જોતા હતા એવા ડૉ ડી એમ દવે સાહેબ ના નિધનથી અરવલ્લી અને સાબરકાંઠા સહિતના અસંખ્ય લોકોમાં શોક વ્યાપ્યો છે .કોઈ પણ દર્દી તેમની પાસે જાય તો નિદાન બાદ સલાહ સૂચન અને પ્રેમાળ સ્વભાવ ના કારણે દર્દઓ દર્દને ભૂલી જઈ ને સાજા થતા હતા એવું લોકો જણાવી રહ્યા છે તો હદય જેવી બીમારી માં તો દર્દીના આગ્રહ ના લીધે તેઓ પરિવારજનો ની પણ ચિંતા કર્યા વગર દર્દીની સાથે મદ્રાસ સુધી પણ હોસ્પિટલમાં જતા હતા.
એકદમ સાદું અને પ્રમાણિકતા અને સેવાના ભેખધારી ડૉ ડી. એમ. દવેના નિધનથી સેંકડો લોકોમાં દુઃખની લાગણી વ્યાપી છે અને તેમને સાર્વજનિક હોસ્પિટલના ચેરમેન મંત્રી તેમજ ટ્રસ્ટીઓ દ્વારા તેમજ ડોકટર કંદર્પ પ્રજાપતિ, ડોકટર જે. બી. સોમપુરા, ડોકટર ટી. બી. પટેલ, ડોકટર ઘનશ્યામ શાહ, ડોકટર જયેશ શાહ, ડોક્ટર સુરેશ શાહ, ડોકટર યોગેશ ઉપાધ્યાય, ડોકટર જે. બી. સોમપુરા, ડોકટર સંજય પટેલ, ડોકટર પ્રકાશ ગાંધી, મોડાસા નગરપાલિકા પ્રમુખ સુભાષ શાહ, કનુભાઈ પટેલ, મહેશ ડી. પટેલ, પિયુષ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ પુંસરી, ભરતભાઇ પરમાર, કમલેશભાઈ પટેલ, જગદીશભાઈ ગાંધી, પરેશભાઇ ગાંધી સહિતના નગરના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)