શું હોય છે ઝીરો એફઆઈઆર,જેની ચર્ચા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં થઈ રહી છે

શું હોય છે ઝીરો એફઆઈઆર,જેની ચર્ચા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં થઈ રહી છે
Spread the love

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં મંગળવારે નવી ઝીરો એફઆઈઆર (ZERO FIR)દાખલ કરવામાં આવી છે. ત્યાર બાદ ઝીરો એફઆઈઆર અંગે લોકોમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. એવામાં ઘણા લોકોના મનમાં સવાલ આવી રહ્યો છે કે ઝીરો એફઆઈઆર શું છે?, તેથી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કાયદો ક્યારે અને કેવીરીતે પોલીસ ઝીરો એફઆઈઆર નોંધી શકે છે.

કાયદાકિય નિષ્ણાતો કહે છે કે કોઈ પણ ફોજદારી કેસમાં એફઆઈઆર(FIR) નોંધાવતી વખતે કાળજી લેવામાં આવે છે કે ઘટના સ્થળે સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકાય જેથી આગળની કાર્યવાહી સરળતાથી લેવામાં આવે. પરંતુ ઘણી વખત એવો સમયે આવે છે જ્યારે પીડિતાએ વિપરિત અને વિષમ સંજોગોમાં બાહ્ય પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવાની જરૂર પડી હોય. પરંતુ ઘણી વાર એવું જોવા મળે છે કે, પોલીસકર્મીઓ તેમના પોલીસ સ્ટેશનના સીમા વિસ્તારની બહારની કોઈપણ ઘટના ગંભીરતાથી લેતા નથી.

જ્યારે તમારે તે સમયે ફરિયાદ દાખલ કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં સરકારે પીડિતોની સહાય કરવા અને તેમના નાગરિક અધિકારને જાળવી રાખવા કાયદામાં ઝીરો એફઆઈઆરની જોગવાઈ કરી છે. આ અંતર્ગત પીડિત નાગરિકો નજીકના પોલીસ મથકમાં વિલંબ કર્યા વિના કોઈપણ ગુનામાં તેમની ફરિયાદ નોંધાવી શકે છે. જે પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર નોંધાયેલ છે. બાદમાં ઉપરોક્ત કેસ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્યારે ત્યાંની પોલીસ તે મામલે કાર્યવાહી કરે છે.

Screenshot_20200729_192052.jpg

Admin

Yogesh Patel

9909969099
Right Click Disabled!