આ ગામનો વડો રાખે છે 60 પત્નીઓ, ભારતમાં જમવાનું અને મ્યાનમારમાં સુવાનું

આ ગામનો વડો રાખે છે 60 પત્નીઓ, ભારતમાં જમવાનું અને મ્યાનમારમાં સુવાનું
Spread the love

શું તમે કોઈ એવા ગામ વિશે સાંભળ્યું છ કે જ્યાંનો મુખિયો બીજા દેશમાં ખોરાક લેતો હોય અને સૂવા માટે બીજા દેશમાં જતો હોય. જો તમે નથી સાંભળ્યું તો તમારા માટે આ ચોંકાવનારું છે. ભારતમાં એક જ આવું અનોખું ગામ છે. અને આ ગામ જેટલું સુંદર છે તેટલું જ એક અનોખું ઉદાહરણ છે. આ ગામનું નામ લોંગવા છે, જેનો અડધો ભાગ ભારતમાં આવે છે અને અડધો મ્યાનમારમાં આવે છે. આ ગામની બીજી એક ખાસ વાત એ છે કે અહીં સદીઓથી રહેતા લોકોમાં દુશ્મનના માથા કાપી નાખવાની પરંપરા ચાલી આવતી હતી અને જેની પર 1940માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

લોંગવા એ નાગાલેન્ડના સોમ જિલ્લામાં ગાઢ જંગલોની વચ્ચે મ્યાનમારની સરહદ પરનું ભારતનું છેલ્લું ગામ છે. ત્યાં કોન્યાક આદિવાસીઓ રહે છે. તેને ખૂબ જોખમી માનવામાં આવે છે. તે હંમેશા તેમના કુળની શક્તિ અને જમીન મેળવવા માટે આજુબાજુના ગામોમાં લડતા જ રહે છે. 1940 પહેલાં કોન્યાક આદિવાસીઓએ તેમના કુળ અને તેની જમીન પર કબજો મેળવવા માટે બીજા લોકોના માથા વાઢી નાખતાં હતા. આ આદિવાસીને મુખ્ય શિકારીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આદિવાસીઓનાં મોટાભાગનાં ગામો ડુંગરની ટોચ પર હતા, જેથી તેઓ દુશ્મનો ઉપર નજર રાખી શકે. જો કે 1940માં માથા વાઢવાની પરંપરા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

એવું કહેવામાં આવે છે કે, આ ગામને કેવી રીતે બે ભાગમાં વહેંચવું તેના વિશે કોઈ નક્કર સોલ્યુશન ન આવવાથી અધિકારીઓએ નક્કી કર્યું કે બાઉન્ડ્રી લાઇન ગામના વચોવચથી પસાર કરીએ. અને જેમાં આદિવાસી પર તેની કોઈ અસર થવા નહીં દઈએ. સરહદના આધારસ્તંભ પર પણ એક બાજુ બર્મીઝ (મ્યાનમારની ભાષા) અને બીજી બાજુ હિન્દીમાં સંદેશ લખાયેલ છે.

એવું કહેવામાં આવે છે કે આ આદિવાસીમાં માથું વાઢવાની પ્રથા ચાલે છે. અહીંનો વડો ઘણા ગામોનો વડો છે. તેને એક કરતા વધારે પત્ની રાખવી હોય તો છૂટ હોય છે. હાલમાં અહીંના વડાની 60 પત્નીઓ છે. ભારત અને મ્યાનમારની સરહદ આ ગામના વડાના ઘરની વચ્ચેથી જ પસાર થાય છે. તેથી એવું કહેવામાં આવે છે આ વડો ભારતમાં ખોરાક લે છે અને મ્યાનમારમાં સુવા જાય છે. આ ગામના લોકો પાસે ભારત અને મ્યાનમાર બંને દેશોની નાગરિકતા છે. તેઓ પાસપોર્ટ-વિઝા વિના જ બંને દેશોની મુસાફરી કરી શકે છે.

Screenshot_20200729_203806.jpg

Admin

Yogesh Patel

9909969099
Right Click Disabled!