સુરતમાં કોરોનાનો રીકવરી રેટ વધીને 70 ટકા : વિજય રૂપાણી

પોઝિટિવ કેસ વધવાનો રેટ 4 ટકામાંથી ઘટીને 2 ટકા થયો 121 ધનવંન્તરી રથમાં રોજની 35 હજારની ઓપીડી ચાલે છે. સુરતમાં કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે સુરત આવેલા રાજયના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કહ્યું કે, સુરતમાં સંક્રમણ ટાળવા માટે જે સ્ટ્રેટજી બનાવી હતી તેમાં સફળ થતાં રીકવરી રેટ 60 ટકા હતો તે વધીને 70 ટકા પર પહોંચ્યો છે. સુરતમાં પોઝિટિવ કેસ વધવાનો ગ્રોથ 4 ટકાથી ઘટીને 2 ટકા થઇ ગયો હોવાથી સુરતની સ્થિતિ સારી છે. જયારે આખા ગુજરાતનો રીકવરી રેટ 73 ટકા છે.
સુરતમાં કોરોનાની સ્થિતિનો તાગ મેળવવા આવેલા રાજયના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જિલ્લા સેવાસદન ખાતે મ્યુનિ આરોગ્ય કલેકટર અને પોલીસ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરી પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે એક મહિના પહેલા આવ્યો હતો તેના કરતા અત્યારની સ્થિતિ સારી છે. કોરોનાને કાબુમાં લેવા માટે જે સ્ટ્રેટજી બનાવી હતી કંટ્રોલ કરવા માટે જે વ્યવસ્થા ઉભી કરી હતી.
તે અંગે ડીટેઇલ કામગીરી કરતા સ્થિતિને કાબુમાં લાવવાના વાસ્તવિક પ્રયાસમાં સફળ થયા છે. આખા ગુજરાતમાં લેબોરેટરીની કેપેસીટીના હિસાબે ત્યારે આપણે 4000થી 5000 ટેસ્ટ કરતા હતા 26000 ટેસ્ટ કરીએ છીએ. એટલે ટેસ્ટનું પ્રમાણ ખૂબ વધારીને આપણે આગળ વધી રહ્યા છીએ રીકવરી રેટ જોઇએ તો સુરતનો અગાઉ ૬૦ ટકા રીકવરી રેટ હતો અત્યારે રેટ વધીને ૭૦ ટકા થઇ ગયો છે. જયારે આખા ગુજરાતનો રીકવરી રેટ ૭૩ ટકા છે એટલે રીકવરીમાં પણ આપણે આગળ વધ્યા છીએ પોઝિટિવ કેસ વધવાનો રેટ એટલ ેકે ગ્રોથ રેટ સુરતનો 4 ટકાથી ઘટીને 2 ટકા થઇ ગયો છે, સુરતમાં આ એક સારી સ્થિતિ બની છે.
સુરતમાં 121 ધનવંન્તરી રથ કાર્યરત થઇ ગયા છે. અને લગભગ ૩૦૦ની ઓપીડી ચાલે છે. એટલે એવરેજ દરરોજની 35000થી 40000ની ઓપીડી આપણે આ રથ મારફત કરી રહ્યા છે. આગામી દિવસોમાં કેસો વધે તો સ્થિતિને પહોંચી વળવા માટે 4856 બેડ હતા તેમા વધારો કરી આગામી દિવસોમાં 7030 બેડની વ્યવસ્થા કરવામાં આવશે.