એક ભારત શ્રેષ્ઠ ભારત‘ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ‘જમ્મુ અને કશમીર : કલમ ૩૭૦‘ વિષય પર વ્યાખ્યાન

એક ભારત શ્રેષ્ઠ ભારત‘ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ‘જમ્મુ અને કશમીર : કલમ ૩૭૦‘ વિષય પર તા.૫, ઓગસ્ટ ૨૦૨૦ના રોજ મેજર જનરલ(નિવૃત્ત) જી.ડી.બક્ષીનું વ્યાખ્યાન યોજાયું.
એક ભારત શ્રેષ્ઠ ભારત સેલ, કેન્દ્રીય યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા જમ્મુ- કશમીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના એક વર્ષ નિમિત્તે આજ તા.૫, ઓગસ્ટ ૨૦૨૦ના રોજ મેજર જનરલ(નિવૃત્ત) જી.ડી.બક્ષીનું વ્યાખ્યાન યોજાયું. કાર્યક્રમની શરૂઆત ગુજરાતના સેન્ટ્રલ યુનિવર્સિટીના ઇબીએસબીના નોડલ ડો. અંતરનું મોહાપાત્રાના પ્રવચનથી કરવામાં આવી. તેમણે મુખ્ય વક્તા શ્રી જી.ડી.બક્ષીનો પરિચય કરાવ્યો હતો. વિશેષ સંબોધનમાં કરતાં સેન્ટ્રલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પ્રો.આલોક ગુપ્તએ વક્તા તેમજ ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટીના કુલપતિ પ્રો. રામાશંકર દુબેનું સ્વાગત કર્યું હતું.
ચર્ચાના મુખ્ય વક્તા શ્રી જી.ડી.બક્ષીએ તેમના સંબોધનની શરૂઆત તેમના જમ્મુ-કશમીર સાથેના સંબંધની વાત કરી હતી. તેમના પિતા મહારાજા હરિસિંહના સમયમાં જમ્મુ-કશમીર રાજયના એજ્યુકેશન ઓફિસર હતા. પોતાનો પોતે જમ્મુના છે અને સૈન્યની પોતાની નોકરી દરમિયાન જમ્મુ-કશમીરમાં ફરજ બજાવી ચૂક્યાં છે. ત્યારબાદ તેમણે જમ્મુ-કશમીરના ઇતિહાસની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મહારાજા ગુલાબસિંહએ ડોગરા વંશની સ્થાપના કરી હતી. મહારાજા રણજીતસિંહના સૈન્યમાં એક નાના સિપાહીથી શરૂઆત કરનાર ગુલાબસિંહની વીરતા અને કૌશલ્યને કારણે તેમને સેનાપતિ બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જમ્મુ-કશમીરના સ્વતંત્ર રાજા પણ બનાવવામાં આવ્યા.
એમના પછી જોરાવરસિંહએ જમ્મુ-કશમીરની સીમાઓ લદાખ અને તિબ્બેત સુધી વિસ્તારી. આઝાદી પછી એને સ્વાયત રાજ્યનો દરજ્જો આપવામાં તત્કાલિન નેતાગીરીની ભૂલનો પણ તેમણે નિર્દેશ કર્યો. તેમણે જણાવ્યું કે ડો. બાબાસાહેબ આંબેડકરે દૂરંદેશી વાપરી કલમ ૩૭૦ને અસ્થાયી રૂપથી મૂકી જેથી શ્રી નરેન્દ્ર મોદી સરકાર એને દૂર કરી શકી. આ કલમને કારણે ભારતની એકતા અને અખંડિતાને થયેલું નુકશાન, શ્યામાપ્રસાદ મુખર્જી તથા હજારો વીર સૈનિકોના બલિદાનોને યાદ કર્યા.
ચર્ચાના અધ્યક્ષ માનનીય કુલપતિ પ્રો.રમાશંકર દુબેએ શ્રી જી.ડી.બક્ષી દ્વારા અનેક નવા તથ્યો રજૂ કરવા બદલ એમની પ્રશંશા કરી અને જણાવ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે. આજના દિવસે જ એક વર્ષ પહેલા કલમ ૩૭૦ રદ્દ કરવામાં આવી હતી. અને આજે ભારતીય સંસ્કૃતિના આત્મા એવા ભગવાન રામના મંદિરનો શિલાન્યાસ થઈ રહ્યો છે. એ ભારત માટે ગૌરવની વાત છે. અંતે ઇ.બી.એસ.બી.ના કન્વીનર ડો. મીનાક્ષી પરમારે આભારવિધિ કરી હતી.