ગોલ્ડ લોન્સની મર્યાદા વધારાઈ

ગોલ્ડ લોન્સની મર્યાદા વધારાઈ
Spread the love

મુંબઈ: તાજેતરના સમય દરમિયાન ૬ ટકાનો આંકડો વટાવી ચૂકેલા ફુગાવાને કાબૂમાં રાખવા આરબીઆઇએ વ્યાજદરને યથાવત રાખ્યો હતો અને જણાવ્યું હતું કે કોવિડ-૧૯ની મહામારીને પગલે અર્થતંત્ર ખૂબ જ નબળી હાલતમાં છે આ જાહેરાત સર્વોચ્ચ બૅન્કની દ્વિ-માસિક આર્થિક નીતિની સમીક્ષામાં કરાઈ છે. આરબીઆઇએ ૫૦,૦૦૦ રૂપિયા અને એનાથી વધુ મૂલ્યના તમામ ચેક માટેની પૉઝિટિવ પે નામની યંત્રણા શરૂ કરવાનો નિર્ણય લીધો છે જે હેઠળ વૉલ્યૂમ તથા વૅલ્યૂ દ્વારા કુલ ચેકના અનુક્રમે અંદાજે ૨૦ ટકા અને ૮૦ ટકા આવરી લેવાશે. બૅન્કના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે આનાથી ચેક પેમેન્ટની સલામતી વધશે.

પૉઝિટિવ પે છેતરપિંડી અટકાવતી સિસ્ટમ છે જે મોટા ભાગની બૅન્કો કંપનીઓને છેતરપિંડી, નકલ અથવા બનાવટ સામે સુરક્ષિતતા પૂરી પાડે છે. ‘પૉઝિટિવ પે’ની પધ્ધતિ દાખલ કરવાનો અર્થ એ છે કે ચેક પર સલામતી સંબંધિત વધુ એક સ્તર રખાશે મોટી રકમનો ચેક ઇસ્યૂ કરતી વખતે એની વિગતો જેમ કે આગળની તથા પાછળની છાપ બૅન્કને અપલોડ કરી શકાશે બૅન્ક જ્યારે ચેક મેળવનાર પાર્ટી પાસેથી ચેક મેળવશે ત્યારે અપલોડ કરાયેલી વિગતોની ફેરચકાસણી કરી શકાશે. આરબીઆઇએ સોનાના આભૂષણો તથા ઝવેરાત સામે અપાતી લોનની મર્યાદા ૭૫ ટકાથી વધારીને ૯૦ ટકા કરી છે. જે સ્થળે ઇન્ટરનેટ જોડાણનો અભાવ હોય એવા સ્થળો સહિતના ક્ષેત્રોમાં ગ્રાહકોને ડિજિટલ ટ્રાન્ઝેકશન માટે પ્રોત્સાહિત કરવા રિઝર્વ બૅન્કે પ્રાયોગિક ધોરણસરની એવી એક સ્કીમ જાહેર કરી છે.

જેમાં કાર્ડ તથા મોબાઇલનો ઉપયોગ કરીને ઑફલાઇન રિટેલ પેમેન્ટ કરવાની પ્રક્રિયાને વેગ અપાશે અને એવા પેમેન્ટ સંબંધમાં વપરાશકારોના હિતોનું રક્ષણ કરાશે તેમ જ જવાબદારીની બાબતમાં પણ તેમને સુરક્ષિતતા મળશે. શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે આર્થિક વૃદ્ધિને ફરી પાટે ચડાવવા તેમ જ ફુગાવાને લક્ષ્ય મુજબ કાબૂમાં રાખવાની સાથોસાથ કોવિડ-૧૯ની વિપરીત અસર શમાવવા આર્થિક નીતિના ભાગરૂપે આવા જરૂરિયાત મુજબના નિર્ણયો લેવાનું ચાલુ રાખવામાં આવશે આરબીઆઇના ગવર્નરે વધુમાં કહ્યું હતું કે આર્થિક પ્રવૃત્તિમાં સુધારો નોંધાઈ રહ્યો હતો, પણ કોરોના વાઇરસના સંક્રમણે લૉકડાઉન લાદવાની ફરજ પાડી. પુરવઠાની પ્રક્રિયામાં અંતરાયો ચાલુ રહ્યા છે મૉનેટરી પૉલિસી કમિટીની ધારણા છે કે ફુગાવો દ્વિતીય ત્રૈમાસિક ગાળામાં સુધરશે અને નાણાકીય વર્ષના પાછલા છ મહિનાના ગાળામાં હળવો થશે.

એપ્રિલ ૨૦૨૦થી શરૂ થયેલા નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં ભારતનો આર્થિક વિકાસ ઘટશે વાસ્તવિક કુલ સ્થાનિક ઉત્પાદનનો વૃદ્ધિ દર પહેલા છ મહિનામાં અને પૂર્ણ નાણાકીય વર્ષમાં નકારાત્મક રહેશે. રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું કે પ્રવાહિતાની સ્થિતિ મોકળાશભરી હોવાને લીધે નાણાકીય પ્રસારમાં નોંધનીય સુધારો થયો છે અને બૅન્કોએ એનો લાભ છેલ્લા દોઢ વર્ષમાં ધિરાણ દર આશરે ૧.૬૨ ટકા ઘટાડીને લોનધારકોને પહોંચાડ્યો છે. શક્તિકાંતા દાસે એવું પણ જણાવ્યું હતું કે આવાસ ક્ષેત્રે પ્રવાહિતાને વેગ આપવા નેશનલ હાઉસિંગ બૅન્ક એનએચબી દ્વારા ૫૦૦૦ કરોડ રૂપિયાની વધારાની પ્રવાહિતાની સુવિધા પૂરી પાડવામાં આવશે. કૃષિ ક્ષેત્રને સહાયરૂપ થવા નાબાર્ડને ૫,૦૦૦ કરોડ રૂપિયાનો પ્રવાહિતાનો સપોર્ટ પણ પૂરો પડાશે.

એટલું જ નહીં કોવિડ-૧૯ની વિપરીત અસર ઘટાડવાના હેતુથી ધિરાણ ધરનારાઓ કોર્પોરેટ અને વ્યક્તિગત રીતે લોન લેનારાઓ માટે લોન-ભરપાઈની પુનર્રચના સંંબંધમાં યોગ્ય સમયગાળાની જોગવાઈ કરી શકશે. જો ધિરાણ લેનાર એમએસએમઇ માઇક્રો સ્મૉલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીઝ ભરપાઈ કરવા સંબંધમાં કોઈ પ્રકારનું માનસિક દબાણ અનુભવતા હશે તો તેઓ પોતાના ક્લાસિફાઇડ સ્ટાન્ડર્ડ અકાઉન્ટ્સને આધીન લોન-ભરપાઈની પ્રક્રિયાની પુનર્રચના કરી શકશે દાસના જણાવ્યા મુજબ અગ્રીમ ક્ષેત્રીય ધિરાણ સંબંધિત દરજ્જો સ્ટાર્ટ-અપ્સ સુધી લંબાવવામાં આવ્યો છે. દરમિયાન રિઝર્વ બૅન્કે જાહેર કરેલા નિવેદનમાં આ મુદ્દાનો પણ સમાવેશ હતો.

(૧) રિવર્સ રેપો ૩.૩૫ ટકા છે (૨) એક કરતાં વધુ બૅન્કો પાસેથી ક્રેડિટની સુવિધાઓ મેળવતા ગ્રાહકો માટે કરન્ટ અકાઉન્ટ તથા ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ ખોલવા વિશે સુરક્ષિતતા પૂરી પડાશે (૩) પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ પીએસએલ હેઠળ સૌર ઊર્જા સહિતની રિન્યૂએબલ એનર્જી અક્ષય ઊર્જા માટે તેમ જ નાના તથા મધ્યમ વર્ગના ખેડૂતો અને નબળા વર્ગો માટેની લોન સંબંધિત મર્યાદા વધારાઈ છે

desh-01_75149PM_1.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!