સુશાંતને રિયાએ પાંચ દિવસમાં 25 ફોન કર્યા હતા

સુશાંતને રિયાએ પાંચ દિવસમાં 25 ફોન કર્યા હતા
Spread the love

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતને આઠ જૂને બ્લોક કરી દીધો હતો આઠ જૂનથી 14 જૂન સુધી બન્ને વચ્ચે કોઈ વાતચીત નથી. મુંબઈ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં દરરોજ એક નવો વળાંક આવે છે અભિનેતાની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્ર્વર્તી પર સુશાંતના પિતા કે. કે સિંહે છેતરપિંડીનો આરોપ મૂક્યો છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે રિયા ચક્રવર્તીની કોલ ડીટેલ્સનો ખુલાસો થયો છે અને તે સુશાંતને બીમારીનો ડર બતાવીને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવા માગતી હતી એટલું જ નહીં જાન્યુઆરી મહિનામાં જ્યારે સુશાંત બહેનના ઘરે ચંદીગઢ રોકાવા ગયો ત્યારે રિયાએ તેને પાંચ દિવસમાં પચ્ચીસ ફોન કરીને પાછો મુંબઈ બોલાવી લીધો હતો.

સુત્રોના મતે કૉલની વિતો પરથી એ વાત પણ જાણવા મળી છે કે સુશાંત સિંહ રાજપૂત આ વર્ષે જાન્યુઆરી મહિનામાં 20થી 24 જાન્યુઆરી વચ્ચે ચંડીગઢ ગયો હતો તે પોતાની બહેન રાની સાથે રહેવા માગતો હતો અને આ પાંચ દિવસ દરમિયાન રિયા ચક્રવર્તીએ તેને પચ્ચીસ કૉલ કર્યા હતા સુશાંત પોતાની બહેનની સાથે ચંડીગઢ અને પછી હિમાચલ પ્રદેશ જવા માગતો હતો પરંતુ રિયાએ તેને બ્લેકમેલ કરીને રોકી રાખ્યો હતો સુશાંતે પોતાની બહેનોને રિયા અને તેના પરિવાર વિશે જણાવ્યું હતું એટલું જ નહિ પણ સુશાંત મુંબઈ છોડીને હિમાચલ પ્રદેશમાં રહેવા માગતો હતો એટલું જ નહીં સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુશાંતે નવેમ્બર મહિનામાં બહેન પાસે મદદ માગવા માટે ફોન કર્યો હતો.

ડિસેમ્બર મહિનામાં સુશાંતે નવા નંબરથી બહેનને ફોન કરીને મદદ માગી હતી સુશાંતે કહ્યું હતું કે રિયા અને તેનો પરિવાર મને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવાના પ્રયત્નો કરી રહ્યું છે મારે પાગલખાનાંમાં જવુ નથી રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતને આઠ જૂને બ્લોક કરી દીધો હતો આઠ જૂનથી 14 જૂન સુધી બન્ને વચ્ચે કોઈ વાતચીત નથી થઈ પરંતુ એક્સ મેનેજર દિશા સલિયનના મૃત્યુના સમાચાર સાંભળીને સુશાંત બહુ ડિસ્ટર્બ થઈ ગયો હતો અને તેને રિયાને બહુ બધા કૉલ કર્યા હતા પણ અભિનેત્રીએ કોઈ જવાબ નહોતો આપ્ય.

9.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!