નસીરૂદ્દીન શાહ સરે મને શૂટિંગ સમયે મને મહત્ત્વપૂર્ણ બાબતો શીખવીઃ નવોદિત રિત્વિક ભૌમિક

- નસીરૂદ્દીન શાહ સરે મને શૂટિંગ સમયે મને મહત્ત્વપૂર્ણ બાબતો શીખવીઃ નવોદિત રિત્વિક ભૌમિક
એમેઝોન પ્રાઈમ વિડિયોએ હાલમાં બહુપ્રતિક્ષિત સંપૂર્ણ નવી એમેઝોન ઓરિજિનલ સિરીઝ બેન્ડિશ બેન્ડિટ્સની ઘોષણા કરી છે, જે 4 ઓગસ્ટ, 2020થી જોઈ શકાશે. અમૃતપાલ સિંહ બિંદ્રા દ્વારા પ્રોડ્યુસ અને નિર્મિત તેમ જ આનંત તિવારી દ્વારા દિગ્દર્શિત સંપૂર્ણ નવી એમેઝોન ઓરિજિનલ સિરીઝ જોધપુરની પાર્શ્વભૂમાં સ્થાપિત છે અને સાવ અલગ અલગ પાર્શ્વભૂ ધરાવતા બે યુવા સંગીતકારોની વાર્તા કહે છે. શોમાં રિત્વિક ભૌમિક અને શ્રેયા ચૌધરી સાથે અન્ય મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં નસીરૂદ્દીન શાહ, અતુલ કુલકર્ણી, શીબા ચઢ્ઢા છે. બેન્ડિશ બેન્ડિટ્સમાં રોમાંચક ઓરિજિનલ સાઉન્ડટ્રેક છે, જે શંકર- અહસાન લોયે કમ્પોઝ કર્યું છે, જેણે આ શો સાથે તેનું ડિજિટલ પદાર્પણ કર્યું છે.
નસીરૂદ્દીન શાહ સાથે કામ કરવાના અનુભવ વિશે બોલતાં રિત્વિક કહે છે, નસીરૂદ્દીનના શાહ સાથે શૂટ કરવું એટલે સપનું સાકાર થવા જેવું હતું. મારા આખા જીવનમાં મેં બે કલાકારો સાથે કામ કરવાનાં સપનાં જોયાં હતાં, જેમાં એસઆરકે અને નસીરૂદ્દીન સરનો સમાવેશ થાય છે. તેમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. એક દશ્યના શૂટ વખતે રિત્વિક 3થી 4 કિમી દોડ્યો હોય તે રીતે થાકેલો જણાતો હતો. આ દશ્ય ભજવવા માટે મેં પાણીમાં મારાં કપડાં રીતસર બોળ્યાં હતાં અને સેટ પર દોડતો રહ્યો, કારણ કે મારે થાકેલો હોય તેવું દેખાવાનું હતું. જોકે નસીરૂદ્દીન સરે મને કરેક્ટ કર્યો અને તેવો દેખાવ આવવા માટે વાસ્તવમાં 3થી 4 કિમી દોડવા માટે કહ્યું. આ પછી તેમણે મને અત્યંત આસાન લાઈફ- હેક વિશે કહ્યું, જેનાથી 10 સેકંડથી પણ ઓછા સમયમાં થાકેલો હોય તેવો લૂક મળે છે. તેમણે મને મારો શ્વાસ રોકીને વળવા કહ્યું. લોહી માથામાં આવતાં જ ફરી સામાન્ય મુજબ સ્થિતિમાં આવી જવાનું રહે છે. તેનાથી મેં જાણે માઈલો સુધી દોડ્યો હોઉં તેવો દેખાવ મને મળ્યો.
બેન્ડિશ બેન્ડિટ્સ રાધે અને તમન્નાની વાર્તા છે. રાધે પોતાના દાદાનાં પગલાં પર ચાલતાં શાસ્ત્રીય ગાયક બનવા માટે કટિબ્દધ છે. તમન્ના ઊભરતી પોપ ગાયિકા છે, જે ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય પોપસ્ટાર બનવા માગે છે. જોકે રાધે તમન્નાના પ્રેમમાં પડે છે અને તેની દુનિયામાં ઊથલપાથલ મચી જાય છે. પોતાને સુપરસ્ટાર બનવાનું છે અને પોતાના સંગીત અને પરિવારના વારસાને સાર્થક કરવાનું છે અને પ્રેમિકાને તેનું સપનું સાકાર કરવામાં મદદરૂપ થવાનું છે. આ બે વચ્ચે સંઘર્ષ કરતાં શું તે પોતાનું બધું ગુમાવવાના જોખમે સફળ થઈ શકશે? જાણવા માટે જોતા રહો તમન્ના અને રાધે વચ્ચે જબરદસ્ત જુગલબંધી, બેન્ડિશ બેન્ડિટ્સમાં, 4 ઓગસ્ટથી શુભારંભ, ફક્ત એમેઝોન પ્રાઈમ વિડિયો પર.