સાબરડેરીના વાઇસ ચેરમેનશ્રીએ ગરીબોને ફ્રૂટ્સ વિતરણ કરીને જન્મદિવસ સાદગીપૂર્ણ મનાવ્યો

સાબર ડેરીના વાઇસ ચેરમેનશ્રી જ્યંતીભાઈ ભીખાભાઇ પટેલ આજે 68માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના રાજકીય પક્ષોના નેતાઓ ધારાસભ્યો તેમજ કર્મચારીઓ અને સહકારી ક્ષેત્રેના આગેવાનોએ ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જ્યંતીભાઈ પટેલના પરિવારના સભ્યો દ્વારા ગરીબોને ફ્રૂટ્સ વિતરણ અને મીઠાઈ વહેંચી સાદગીપૂર્ણ જન્મદિવસ મનાવ્યો હતો.
રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)