જામનગર શહેરમાં વહેલી સવારે કચરા ગાડીથી ગાયને ટક્કર મારી ચાલક ફરાર
- નાગનાના નાકા ચાર રસ્તા પાસે બનેલી ઘટના: ડ્રાઇવર મળી આવતા પોલીસ હવાલે કરાયો
જામનગરમાં નાગના નાકાના ચાર રસ્તા પાસે જામનગર મહાનગરપાલિકા કચરો ઉપાડવાના કોન્ટ્રાક્ટની ગાડી વહેલી સવારે ચાર વાગ્યે એક ગાયને ટક્કર મારી હતી, જેનાથી ગાયને પાછળના ભાગમાં ઇજા થતા કરોડરજ્જુ તૂટી જતા ઘટના સ્થળે ગૌરક્ષક ચિંતન રાવલ પહોંચી ગયાં હતા અને સ્થાનિક લોકોને એકત્ર કરી સારવાર માટે ગામના રાજકોટ ખસેડવામાં આવી હતી. ગાડી મૂકીને ફરાર થઈ ગયેલા તેના ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી હતી. એ ડ્રાઇવર આઠેક વાગે મળી આવ્યો હતો અને તેને પોલીસના હવાલે કરી દેવાયો હતો.
રાત્રી દરમિયાન ગાડીઓમાં થતી કચરાની હેરાફેરી સમયે અનેક વખત એકસીડન્ટ થાય છે, પણ કોઈ ફરિયાદ ચોપડે નોંધાતા નથી. જામપા દ્વારા આપેલ આ કચરા ઉપાડવાનું કોન્ટ્રાક્ટ સામે પણ લોકોનો રોષ વધ્યો છે. આ શહેરમાં જ્યાં ડમ્પિંગ પોઇન્ટ બનાવી રાખવામાં આવે છે ત્યાં પણ આસપાસના લોકોને રહેવું મુશ્કેલ બની ગયું છે. શહેરના ડમ્પિંગ પોઇન્ટનું સ્થળાંતર કરવામાં આવે અને રાત્રી દરમ્યાન પુરપાટ દોડતા કચરા ઉપાડવાના વાહનો કંટ્રોલ કરી તેના લાયસન્સ ચકાસવામાં આવે તેવી પણ લોકોમાં માંગણી ઉઠી છે. આ ઘટનાની જાણ થતા હિન્દુ સેના પણ ક્રોધે ભરાઈ હતી અને પ્રતીક ભટ્ટે જણાવ્યું હતું કે, આમાં ગંભીરતા નહીં લેવામાં આવે તો આવતા સમયમાં રાત્રિના આવી ફરતી કચરાની ગાડીઓનો બર્નિંગ ગાડીનો નજારો જોવા મળશે એવી ચેતવણી ઉચ્ચારી હતી.
– રોહિત મેરાણી (જામનગર)