એક જીદે હસતા રમતા પરિવારને કર્યો વેર વિખેર, હૃદય કંપાવનારી ઘટના

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક હૃદય કંપાવનારી ઘટના ઘટી છે. જ્યાં એક પત્નીએ પતિ સમક્ષ કરેલી ઘરમાં AC લગાવવાની માગણી ના સંતોષાતા પોતાની બે માસૂમ દીકરીઓ પર છરીથી હુમલો કર્યો હતો. આ જોઈ પતિએ જ પત્ની પર છરીથી હુમલો કરી દીધો, જેમાં એક દીકરી અને પત્નીનું મોત થયું જ્યારે બીજી દીકરી હાલ હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં સારવાર મેળવી રહી છે. આગ્રાના મલપુરા વિસ્તારમાં પત્નીએ પોતાની 2 બાળકીઓ પર હુમલો કર્યો જેમાં છરીઓના ઘાને લીધે મોટી દીકરીનું મોત થયું અને નાની દીકરી જીવન માટે સંઘર્ષ કરી રહી છે. દીકરીઓ પર પત્નીએ જ હુમલો કર્યો હોવાનું જોતા પતિ દેવેન્દ્રએ પત્ની પાસેથી છરી છીનવી તેની પર જ હુમલો કરી દીધો.
જેના કારણે પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના પાછળ પત્નીની જીદ અને બળજબરીને કારણ બતાવવામાં આવ્યું. તે લાંબા સમયથી ઘરમાં એસી લગાવવાની જીદ કરી રહી હતી. મહિલા પોતાના પતિ પર દબાણ બનાવી રહી હતી પરંતુ તેના પતિ પાસે એટલી રકમ નહોતી કે તે ઘરમાં એસી લગાવી શકે. પતિ-પત્ની વચ્ચે સવાર-સાંજ ઝઘડા થતા રહેતા હતા. એસી લગાવવાની માગ પૂર્ણ ના થતા પત્નીએ ધીરજ ગુમાવી પોતાની જ બાળકીઓ પર જીવલેણ હુમલો કર્યો, જે પછી પતિએ પોતાની પત્નીની હત્યા કરી. પતિ દેવેન્દ્રની પોલીસે ધરપકડ કરી હતી અને આ મામલે તપાસ કરી રહી છે.