રાત્રે જમીન પર સૂઈ રહેલા યુવકના પેન્ટમાં સાપ ઘૂસી જતાં યુવક જાગી ગયો, શું થયા હાલ ?

રાત્રે જમીન પર સૂઈ રહેલા યુવકના પેન્ટમાં સાપ ઘૂસી જતાં યુવક જાગી ગયો, શું થયા હાલ ?
Spread the love

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામમાં બનેલી એક કરૂણ ઘટનામાં ખેતરમાં ઘર બનાવીને રહેતો ખેડૂત રાત્રે ભોંયતળિયે સૂતો હતો ત્યારે તેના પેન્ટમાં સાપ ઘૂસી ગયો હતો. સાપે ખેડૂતની જાંઘ પર ડંખ મારતાં આ ખેડૂત યુવકનું મોત થું છે. વાડી ફળિયામાં રહેતા એક ખેડૂતને રાત્રે ઊંઘમાં જ સાપે ડંખ માર્યો હતો કે જે જીવલેણ સાબિત થયો હતો. આ ઘટના અંગે મળતી વિગતો મુજબ વાડી ગામના પ્રવીણભાઈ વિનુભાઈ વસાવા (ઉ.વ. 39) વાડી ફળિયામાં પોતાના ખેતરમાં ઘર બનાવીને રહે છે.

પ્રવીણભાઈ પોતાના પરિવાર સાથે ખેતરમાં જ રહે છે.  મંગળવારે રાત્રે પ્રવીણભાઈ પોતાના ઘરમાં ભોય તળિયે સૂતા હતા ત્યારે એક સાપ તેમના પેન્ટમાં ઘૂસી ગયો હતો. પ્રવીણભાઈ સફાળા જાગી જતાં સાપે બહાર નિકળવા પ્રયત્ન કર્યો હતો અને તેના કારણે દબાણ અનુભવાતાં છંછેડાઈને જાંઘ પર ડંખ માર્યો હતો. પ્રવીણભાઈએ બૂમાબૂમ કરતાં તેમને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

Screenshot_20200810_085748.jpg

Admin

Yogesh Patel

9909969099
Right Click Disabled!