સુરત પ્લાઝમા ડોનેડમાં રાજયમાં સૌથી આગળ શહેર બન્યુ
- ભાજપ શાસકોએ સ્મીમેરમાં કોરોના સામે અસરકારક પ્લાઝમા ડોનેટ માટે સુવિધા વધુ મજબુત કરાવી
- સુરત પ્લાઝમા ડોનેડમાં રાજયમાં સૌથી આગળ શહેર બન્યુ
સુરત : કોરોનાના દર્દીઓ માટે પ્લાઝમા થેરાપી કારગત નિવડી રહી છે. જે માટે કોરોનાથી સાજા થયેલા દર્દીઓને વધુમાં વધુ પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શહેરમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે કોવિડ કોન્વેકેશન્સ પ્લાઝમા બેંક ૫ જુલાઈ ૨૦૨૦ થી શરૂ કરવામાં આવી છે. તેની ક્ષણતા વધારવા માટે જરૂરી ઇકયુપમેન્ટની ખરીદી મુદ્દે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી હતી. સ્થાયી સમિતિ ચેરમેન અનિલ ગોપલાણીએ જણાવ્યુ હતું કે સ્મીમેર સ્થિત આ બેંકમાં અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા ૩૦૦ ડોનર દ્વારા પ્લાઝમાનું દાન કરવામાં આવ્યું છે. આશરે ૫00 જેટલા કોરોનાનાં દર્દીઓને પ્લાઝમાની સારવાર પુરી પાડવામાં આવી છે.
તેમજ હાલમાં સ્મીમેર બ્લડ બેંક ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કોન્ટેલેશન્સ પ્લાઝમાનું ક્લેકશન કરનાર બ્લડ બેંક છે. જેથી અહી પ્લાઝમા ડોનેશન માટે જરૂરી ટેસ્ટ કીટ વધુ ખરીદી મુદ્દે શાસકો સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી હતીજેને આજે સ્થાયી સમિતિમાં મંજુર કરવામાં આવી છે. પ્લાઝમા ડોનેશન પહેલા ટેસ્ટ જેવી કે SARS IgG Antibody, HIV, HBSAG, HCV, Syphilis જેવા રોગની તપાસ કરવામાં આવે છે. આ સાધન (CLIA PRINCIPLE પર આધારિત હોય) દ્વારા ઉપરોક્ત ટેસ્ટો વધુ સચોટ અને ઝડપી થઈ શકશે. જેથી આ તમામ કીટ ખરીદી કરવામાં આવી છે