ઇડર તાલુકાના મુડેટી વિસ્તારના સુયૅનગર કંપામાથી 9 ફૂટનો મહાકાય અજગર પકડ્યો

9 ફૂટ અજગર ને પકડી સલામત જગ્યાએ જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો. સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના મુડેટી વિસ્તાર ના સુયૅનગર કંપામાથી અજગર દેખાતા ફોરેસ્ટ ડિપાર્ટ મેન્ટ ને જાણ કરવામાં આવી હતી. સૂર્યનગર ના રહીશ. ગિરીશભાઈ પટેલ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે આવી અને આશરે ૮ થી ૯ ફૂટના મહાકાય અજગર ને સાવધાની પૂર્વક પકડવામાં આવ્યો હતો અને તે અજગર ને જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)