અંબાજીથી આબુરોડ માર્ગ પર વાહનો પર પથ્થરમારો , 2 ઘાયલ

ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું શક્તિપીઠ અંબાજી ગુજરાત નું નંબર વન શક્તિપીઠ છે હાલ મા ચોમાસા ની ઋતુ હોઈ લોકો અંબાજી અને આબુ ફરવા જતા હોય છે ત્યારે વરસાદ ના વાતાવરણ મા પહાડી વિસ્તાર મા નદી નાળા મા પાણી વહેતા થયા છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે બીજી તરફ અંબાજી થી આબુરોડ માર્ગ પર હાલ મા પહાડો પર થી પથ્થરો પડી રોડ પર આવી ગયા છે અને મંગળવારે રાત્રે અંબાજી આબુરોડ માર્ગ પર વાહનો પર પથ્થરો મારવાની ઘટના થઇ હતી જેમા 2 લોકો ઘાયલ થયા હતા.
અંબાજી થી આબુરોડ માર્ગ પર સિયાવા અને સુરપગલા ગામ ની વચ્ચે આ રોડ પર થી જઈ રહેલા વાહન ચાલકો પર પથ્થરો મારવાની ઘટના બની હતી જેમા એક ટ્રક ચાલક અને એક બાઈક ચાલક પથ્થરો વાગવાથી ઘાયલ થયા હતા , આ સિવાય અહીં થી પસાર થતા 7 – 8 વાહનો પર અજાણ્યા લોકો એ પથ્થરો માર્યા હતા જેમાં વાહન ચાલકો ના ગાડી ના કાચ તૂટ્યા હતા . સુરપગલા ના રહેવાસી વેલા ભાઈ સકુરા ભાઈ ગરાસીયા પોતાની બાઈક લઇ ઘરે આવતા હતા ત્યારે તે પણ પથ્થર વાગવાથી ઘાયલ થયા હતા જયારે એક ટ્રક ચાલક ને માથે પથ્થર વાગવાથી ઘાયલ થયા હતા.
માર્ગો પર પથ્થરો મૂકી આડશો કરાઈ હતી
અંબાજી થી આબુરોડ માર્ગ પર સિયાવા અને સુરપગલા ગામ વચ્ચે રાત્રી ના સમયે રોડ વચ્ચે પથ્થરો ની આડાશો પણ મુકાઈ હતી તેવી વાત ત્યાં થી પસાર થતા લોકો એ કરી છે ઘટના ની જાણ રાજસ્થાન છાપરી પોલીસ ઘટના સ્થળે આવી ઘાયલો ને તાત્કાલીક આબુરોડ સરકારી હોસ્પીટલ ખસેડયા હતા અને માર્ગો પર થી પથ્થરો હટાવ્યા હતા અને પથ્થરો મારવા વાળા લોકો ની તપાસ કરી રહ્યા છે.