અંબાજી પાસે સુરપગલા નદીમાં ડૂબવાથી એક યુવતી નુ મોત

ગુજરાતમાં અને સમગ્ર દેશમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે અંબાજી આસપાસના પહાડો પણ લીલાછમ કુદરતી સૌંદર્ય માણવા લોકોનો ભારે ઘસારો આ તરફ રહેતો હોય છે અંબાજી થી આબુ રોડ માર્ગ પર રસ્તામાં ઘણી બધી નદીઓ આવતી હોય છે આ નદીના પાણીમાં લોકો નહાવા જતાં હોય છે જેમાં ક્યારેક ડૂબવાથી દુઃખદ ઘટના બનતી હોય છે
આજે સવારના 11:00 વાગે આસપાસ સુરપગલા નદી મા એક યુવતીની લાશ તરતી જોઈ હતી આસપાસના લોકોએ રાજસ્થાન છાપરી પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસ દ્વારા ઘટનાસ્થળે નદી પર આવી નદીમાંથી યુવતીની લાશ બહાર કાઢી હતી મરી જનાર યુવતી સુરપગલા ગામની રહેવાસી હતી, પરિવાર દ્વારા શંકા ઉત્પન્ન કરતા પોલીસ દ્વારા આ યુવતીને લાખણી આબુ રોડ ખાતે પીએમ માટે મોકલવામાં આવી હતી, ઘટનાની જાણકારી મળ્યા બાદ આબુ અંબાજી માર્ગ પર લોકોના ટોળા એકઠા થયા હતા
@@ પાણીયારી ધોધમાં નાહવા પડેલા 1 યુવકનું મોત@@
આજે ગણેશ ચોથના દિવસે પાલનપુર પાસે ના ગામ ના પાંચ મિત્રો રિક્ષા લઈને વડગામ તાલુકાના પાણીયારી આશ્રમ ના ધોધમાં નાહવા આવ્યા હતા જેમા એક 26 વર્ષના યુવકનું ઊંડા પાણી માં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું જ્યારે બીજા 2 લોકોને ગામલોકોએ બચાવ્યા હતા