થરાદ તાલુકાના વડગામડા ગામે ચિંતન બેઠક યોજાઈ

સમસ્ત ઓઝા પરિવાર વડગામડાના માતાજી સતી માતાના ધામે આજે ઓઝા યુવક મંડળ દ્વારા સતી માતાજીની જગ્યાએ નંદનવન બનાવવા માટે એક ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં માતાજીની જગ્યા પર સુંદર બગીચો બનાવવાનું આયોજન તેમજ સુંદર નંદનવનનુ આયોજન તેમજ વિકાસનું સરસ આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ સતી માતા એજયુકેશન સોસાયટી અને તે બાબતે સર્વેની યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી ઓઝા પરિવારના પ્રકાશભાઈ ઓઝા, પ્રવિણભાઈ ઓઝા, દિનેશભાઈ ઓઝા, હરેશભાઈ ઓઝા, વિજયભાઈ ઓઝા, દિલીપભાઈ ઓઝા, અશ્વિનભાઈ ઓઝા, ભરતભાઈ ઓઝા તેમજ અન્ય આગેવાનો ચિંતન બેઠકમાં ઉપસ્થિત રહા હતા.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ