જોડિયામાં 15 ઈંચ : સૌરાષ્ટ્ર્રમાં સાર્વત્રિક વરસાદ

- 14 ટંકારા, 13 મોરબી, 9 વાંકાનેર, 8 સુરેન્દ્રનગર, મુળી, અંજાર, 6 ગીરગઢડા, વિસાવદર, ભચાઉ, રાપર
- ગોંડલનું વેરી તળાવ છલકાયું–એલર્ટ: રાજકોટ–લોધીકા પંથકમાં ૬થી ૮ ઈંચ સહિત ૮૫ તાલુકામાં મેઘરાજાની સવારી
અરબી સમુદ્ર અને રાજસ્થાનના આકાશમાં સાઇકલોનિક સરકયુલેશન અને બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા લો પ્રેશરે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભરપૂર મેઘ વરસાવવા સાથે ગઇકાલથી સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં પણ ત્રણેય સીસ્ટમને કારણે કુલ ૮૮માં ૮૫ તાલુકામાં બે ઈંચથી માંડીને ૧૫ ઈંચ વરસાદ વરસાવી દેતાં સમગ્ર સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં જળબંબાકાર સજાર્યેા છે. તેમાં સૌરાષ્ટ્ર્રનો બીજા નંબરનો ભાદર–૧ ડેમના તમામ દરવાજા છ ફટ સુધી ખોલવામાં આવતા છેક ઉપલેટા સુધી નદીમાં ઘોડાપૂર આવ્યા છે.
ગઇકાલથી શરૂ થયેલો વરસાદ આ લખાય છે ત્યારે પણ ચાલે છે, જેમાં જામનગરના જોડિયામાં ૧૫ ઈંચ, મોરબી, ટંકારામાં ૧૩થી ૧૪ ઈંચ, કચ્છના અંજાર, ભચાઉ, સુરેન્દ્રનગરના મુળી, થાનગઢ, લખતર, સુરેન્દ્રનગર ૭થી ૮ ઈંચ વરસાદ વરસવા સાથે ગીરસોમનાથ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, પોરબંદર સહિતના તમામ જિલ્લામાં મેઘકૃપા વરસી રહી છે. એક સાથે સક્રિય થયેલી સીસ્ટમે હવે સૌરાષ્ટ્ર્ર–કચ્છની ધરાને ધરવવાનું ચાલુ કયુંર્ છે. તેમાં જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આજે સવાર સુધીમાં ૧૫ ઈંચ, ધ્રોળમાં ૫ ઈંચ, જામનગર, કાલાવડ, લાલપુર, જામજોધપુર પંથકમાં ૧થી ૩ ઈંચ વરસ્યો હતો. મોરબી, ટંકારામાં ૧૩થી ૧૪ ઈંચ ઉપરાંત વાંકાનેર, હળવદ, માળિયા પંથકમાં ૫થી ૯ ઈંચ વરસી જવા પામ્યો છે.
રિપોર્ટ : મયુરભાઈ કઠેચીયા (સુરેન્દ્રનગર)