ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ વિજેતા

- પ્રમુખ તરીકે સાગરભાઇ પટેલ અને ઉપપ્રમુખ તરીકે જીગ્નેશ ભાઈ જોષીનો વિજય
- ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો
- કોંગ્રેસનો વિજય ભાજપનો પરાજય
સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા તાલુકાની ખેડબ્રહ્મા શહેરની નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની અઢી વર્ષ ની મુદત પુરી થતા આજરોજ તારીખ 24- 8 -2020 ના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પાર્ટીનો વિજય થયો હતો. જેના પ્રમુખ તરીકે સાગરભાઇ પટેલ અને ઉપપ્રમુખ તરીકે જીગ્નેશ ભાઈ જોશી ચૂંટાયા હતા. અગાઉ ચૂંટણીના પરિણામો જાહેર તથા નગરજનોએ કોંગ્રેસ અને ભાજપ બંને ને 50% 50% જન મત આપ્યો હતો. અગાઉ અઢી વર્ષ ભાજપ શાસિત નગરપાલિકા હતી
પરંતુ એક તરફી શાસન કરવામાં આવતા ભાજપના કેટલાક કોર્પોરેટર શ્રીઓ નારાજ હતા. જેથી બીજી ટર્મમાં ભાજપના બે ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટાયેલા તમામ 14 ઉમેદવારો હાજર રહેતા કોંગ્રેસ પાર્ટી ના પ્રમુખ અને ઉપપ્રમુખ ના ઉમેદવારો નો વિજય થયો હતો.
ખેડબ્રહ્મા તાલુકાના કોંગ્રેસના ધારાસભ્યશ્રી અશ્વિનભાઈ કોટવાળે આ વિજયને વધાવ્યો હતો. સાથે નગરજનોને ખાતરી આપી હતી કે કોંગ્રેસ શાસિત નગરપાલિકા લોકોના પ્રશ્નો અને પ્રાથમિક જરૂરિયાતોને અગ્રતા ક્રમ આપી લોકોની તકલીફો દૂર કરશે અને સ્વચ્છ વહીવટ આપશે. ભાજપના આંતરિક જૂથ બળને કારણે અને અગાઉ લોકોની માગણીઓ ન સંતોષાતા ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર શ્રી ઓ નારાજ હતા તે પૈકી વોડૅ નંબર 4 ના સભ્ય ડી.કે. પ્રજાપતિ અને વોડૅ નંબર 6 ના સભ્ય નિશાબેન રાવલ ની નારાજગી સામે આવી હતી અને ગેરહાજર રહ્યા હતા જેથી કોંગ્રેસ પાર્ટી નો વિજય થયેલ છે તેવું ધારાસભ્યશ્રી અશ્વિનભાઈ કોટવાળે જણાવ્યું હતું.
ધીરુભાઈ ખેડબ્રહ્મા