સાવરકુંડલાના કાપડિયા સોસાયટી ગંદકી અને ઉકરડાથી રહીશો ત્રાહિમામ

સાવરકુંડલાના કાપડિયા સોસાયટી ગંદકી અને ઉકરડાથી રહીશો ત્રાહિમામ
Spread the love
  • સાવરકુંડલા શહેરના કાપડિયા સોસાયટી ગંદકી અને ઉકરડાથી રહીશો ત્રાહિમામ
  • અત્યંત દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી લોકો પોતાના ઘરમાં પણ રહી શકતા નથી
  • એક તરફ કોરોનાનો ડર અને બીજી બાજુ રોગચાળાની ભીતિ, પાલીકા તંત્ર ઘોર નિંદ્રામાં

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ ખાતે આવેલ કાપડિયા સોસાયટી ખાતે ગંદકી અને ઉકરડાથી આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તથા આ ગંદકી અને ઉકરડાના હિસાબે અત્યંત દુર્ગંધ તથા દિનપ્રતિદિન મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો જતો હોવાથી લોકોને પોતાના ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે. હાલ સમગ્ર વિશ્વ કોરોનાં વાયરસની ગંભીર બીમારી થી લડી રહ્યું છે ત્યારે સાવરકુંડલા નગરપાલિકા તંત્ર અને સત્તાધીશોની બેદરકારીના હિસાબે કાપડિયા સોસાયટીના રહીશો ભોગવી રહ્યા છે તથા રોગચાળાની ભીતિ સતાવી રહી છે.

રિપોર્ટ : અમીતગીરી ગોસ્વામી (સાવરકુંડલા)

IMG-20200824-WA0018-2.jpg IMG-20200824-WA0019-1.jpg IMG-20200824-WA0021-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!