વીજચોરી પ્રકરણ બાદ કરાયેલી કર્મચારીઓની બદલીઓ સ્થગિત

વીજચોરી પ્રકરણ બાદ કરાયેલી કર્મચારીઓની બદલીઓ સ્થગિત
Spread the love

રાજકોટ અહીના રણછોડનગર વિસ્તારમાં આવેલી હોટલમાં દરોડા પાડી વીજતંત્ર ૯ લાખની પાવરચોરી પકડાયા બાદ એક સાથે છ કર્મચારીઓની બદલીના જે ઓર્ડર કરવામાં આવ્યા હતાં. તેમાં રાજકીય હસ્તક્ષેપ બાદ તમામ ઓર્ડરનું અમલીકરણ સ્થગિત રાખવામાં આવતા વીજતંત્રમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. આ ઘટના અંગે વીજતંત્રના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, પીજીવીસીલની કચેરી દ્વારા રણછોડનગર વિસ્તારની હોટલમાં ચેકીંગ કરવામાં આવતા મીટરના સિલ તુટેલા હોવાનું જાણવા મળતા ૯ લાખની પાઈપચોરીનું બિલ આપવામાં આવ્યું હતું.

આ પ્રકરણમાં અડધો ડઝન વીજ કર્મચારીઓની પણ સંડોવણી ખુલતા ત્વરીત બદલીના આદેશ કરવામાં આવ્યા હતા અલબત આ પ્રકરણમાં ઉચ્ચ અધિકારીઓ પણ સંડોવાયા છે કે કેમ ? તેમ કહી રાજકીય આગેવાનોએ હસ્તક્ષેપ કરતા તમામ કર્મચારીઓની બદલીના ઓર્ડર સ્થગિત કરી સમગ્ર પ્રકરણની પુન: તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન પીજીવીસીએલના ગ્રામ્ય વિભાગના કાર્યપાલક ઈજનેરને આ વિભાગમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓએ લેખિતમાં આવેદનપત્ર આપી કચેરીના સુપ્રિ. ઓફ એકાઉન્ટન્ટ કારણ વિના હેરાન કરતા હોવાનું અને નાની નાની બાબતોમાં ધમકાવતા હોવાથી મહિલા કર્મીઓ માટે ફરજ બજાવવાનું મુશ્કેલ બની રહ્યું હોવાનું જણાવતા આ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું વીજતંત્રના ઉચ્ચ અધિકારી સુત્રોએ જણાવ્યું હતું.

4Electric_20khamb-324x235.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!