PSIની પરીક્ષામાં પાસ થયેલા 52 કોન્સ્ટેબલને નાપાસ કરાયા
- બઢતીની રાહ જોઇ રહેલા આ ઉમેદવરાનો હજુ પણ કોનસ્ટેબલ તરીકે નોકરી કરવી તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.
અમદાવાદ કોન્સ્ટેબલમંથી પી.એસ.આઇ.ની ખાતાકીય બઢતીની લેખિત પરીક્ષામાં પાસ થયેલા બાવન ઉમેદવારોને ઉત્તરવહીઓના પુન:મૂલ્યાંકન દરમિયાન નાપાસ કરવામાં આવ્યા છે. જેથી બઢતીની રાહ જોઇ રહેલા આ ઉમેદવરાનો હજુ પણ કોનસ્ટેબલ તરીકે નોકરી કરવી તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નિયત કરવામાં આવેલી પરીક્ષાની પેટર્ન સામે કેટલાક ઉમેદવવારોએ રિટ કરી હોવાથી સરકારે પેપરોનું મૂલ્યાંકન કર્યું હતું.
વર્ષ 2015-16માં ગૌણસેવા પસંદગી મંડળે ખાતાકીય બઢતીની પરીક્ષાની જાહેરાત કરી હતી અને 2017માં લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. ડિસેમ્બર-2017માં જાહેર થયેલા લેખિત પરીક્ષાના પરિણામમાં 376 ઉમેદવારો પાસ થયા હતા. લેખિત પરીક્ષાની પેટર્ન અટપટી તેમજ અન્યાયી હોવાની રજૂઆત સાથે કેટલાક ઉમેદવારોએ હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ અરજી કરી હતી. સપ્ટેમ્બર-2018માં સિંગલ જજે અરજી ફગાવતા ઉમેદવારોએ હાલ ડિવીઝન બેન્ચમાં અરજી કરી છે.
જેથી રાજ્ય સરકારે ઉત્તરવહીઓનું પુન:મૂલ્યાંકન કરી હાઇકોર્ટમાં સોગંદનામું કર્યું છે. સોગંદનામામાં હાઇકોર્ટની રજૂઆત છે કે લેખિત પરીક્ષાના અગાઉના પરિણામ મુજબ 376 ઉંમેદવારો પાસ થયા હતા અને પુન:મૂલ્યાંકન બાદના નવાં પરિણામ મુજબ 356 ઉમેદવારો જ પાસ થયા છે.પુન:મૂલ્યાંકન દરમિયાન 376 ઉમેદવારો પૈકી 32 ઉમેદવારો એવાં હતા. જે અગાઉના પરિણામ મુજબ નાપાસ હતા પરંતુ પુન:મૂલ્યાંકન બાદ તેઓ પાસ થયા છે, જ્યારે બાવન ઉમેદવારો એવા છે જે અગાઉના પરિણામ મુજબ પાસ હતાં પરંતુ પુન:મૂલ્યાંકન બાદ તેઓ નાપાસ થયા છે.