ડભોઇ : ચાણોદની આસપાસ આવેલા ગામો પાણીનું સ્તર વધતા સંપર્ક વિહોણા

હાલ નર્મદા ડેમ માં થી 8 લાખ કયુસેક જેટલું પાણી છોડવા માં આવી રહ્યું છે. જેના કારણે નર્મદા નદીમાં પાણીની આવક થતા કેટલાય ગામ માં નદી નું પાણી ફરી વળ્યું છે.તંત્ર દ્વારા આસપાસ ના તમામ ગામો ને એલર્ટ રેહવા સૂચના પેહલાથી જ આપી દેવામાં આવી છે. તેમજ એન.ડી.આર.એફ ની ટુકડી પણ તૈનાત કારવામાં આવી છે.ઉપરોક્ત તસ્વીરમાં જણાયી આવેલ મુખ્ય રસ્તો ડભોઇ તાલુકાના ફુલવાળીથી શનોર ગામને જોડતા મેઈન રોડ પર આવેલ નાળા પર નર્મદાનું પાણી ફરી વળેલ છે.
નર્મદાનું પાણી છોડતા પાણી ગામમાં ફરી વળતા શનોર, રાજપુરા, ગુમાનપુરા, જવાનો મુખ્ય રસ્તો બંધ થઇ જતા ઉપર જણાવેલ ગામો હાલ સંપર્ક વિહોણા થયેલ છે. છેલ્લા 4 દિવસ થી ડેમનું પાણી છોડતા નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં નદીનું પાણી ફરી વળતા ગ્રામજનોને ખુબ જ તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. લીલો દુકાળ પડતા પેહલા તો ખેડૂતોને ઉભા પાકને નુકશાન થયું ત્યાર બાદ નદીનું પાણી ગામમાં ફરી વળતા પોતાની ઘર વખરીનો સામાન પણ બગડતા લોકોની હાલત કફોડી થવા પામી છે. તંત્ર દ્વારા જરૂરી તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. એસ.ડી.એમ, મામલતદાર, ધારાસભ્ય સહીત તંત્ર ખડે પગે પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને ફસાયેલા લોકોને એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે.