ગુજરાત કોંગ્રેસનો સરકાર સામે મનિષ દોશીએ કર્યો સવાલ

બોલીવુડ એકટર સુશાંતસિંના મિત્ર સંદિપસિંહની કંપનીએ વાયબ્રન્ટ ગુજરાત-2019માં રૂ. 177 કરોડનો એમઓયુ કર્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તા ડૉ. મનિષ દોશીએ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, લીજેન્ડ ગ્લોબલ નામની કંપની સાથે ગુજરા સુરત મહાનગર ત સરકાર દ્વારા કરાયેલા એમઓયુમાં બોલીવુડ એકટર વિવેક ઓબેરોય માત્ર 3 દિવસ માટે ડીરેકટર બન્યા હતા.
અન્ય રાજ્યની કંપનીની મદદ કરવાનો કોંગ્રેસનો આક્ષેપ
આ બાબતે પ્રશ્ન ઉઠાવતા ડૉ. મનિષ દોશીએ કહ્યું કે સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સંદિપસિંહની કંપનીએ વર્ષ 2017માં 66 લાખની ખોટ અને વર્ષ 2018માં એકાએક રૂ. 61 લાખનો નફો કર્યો, આ પછી વર્ષ 2019માં રૂ. 4 લાખની ખોટ કરી હતી. આમછતા આ કંપની સાથે ગુજરાત સરકારે વાયબ્રન્ટમાં રૂ. 177 કરોડના એમઓયુ કર્યા હતા. દોશીએ એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ખોટ કરતી કંપની સાથે ગુજરાત સરકારે કઇ રીતે એમઓયુ કર્યા? તેનો જવાબ પણ ગુજરાત સરકારે આપવો જોઇએ. તેમણે એવો પણ પ્રશ્ન કર્યો હતો કે, ગુજરાતી અભિનેતાઓ, કલાકારોને મદદ કરવાને બદલે અન્ય રાજ્યની કંપનીઓ પર કેમ મદદ વરસાવી રહી છે?
સંદીપસિંહની કંપનીમાં વિવેક ઓબેરોય માત્ર 3 દિવસ માટે ડિરેક્ટર બન્યા હતા ડૉ. મનિષ દોશી
તેમજ મનિષ દોશીએ MOU પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, સંદીપસિંહની કંપનીમાં વિવેક ઓબેરોય માત્ર 3 દિવસ માટે ડિરેક્ટર બન્યા હતા. આ MOU રાજ્યના પ્રવાસન અને ફિલ્મના બ્રાન્ડિગ માટે થયા હતા. ભાજપ સરકાર ગુજરાતી ફિલ્મ, ગુજરાતી કલાકાર, કસબીને,આર્થિક મદદ કરવાને બદલે અન્ય રાજ્યની કંપનીઓ પર કેમ પ્રેમ વરસાવી રહી છે? કરોડો રૂપિયાના ખર્ચે ઉજવાતા ઉત્સવો-ઇવેન્ટ ભાજપ સાથે ખાસ મળતીયા કંપનીઓને કરોડોના ફાયદા પહોંચાડવા યોજાતી હોય તેમ એક પછી એક MOUની સાચી હકીકત ખુલ્લી પડી રહી છે.
177 કરોડના MOU માટે સંદીપસિંહની કંપનીની પસંદગી કયા આધારે કરી સચિન સાવંત
સચિન સાંવતે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 2019માં ગુજરાતની ભાજપની વિજય રૂપાણી સરકારે સંદીપસિંહની કંપની સાથે 177 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા સંદીપસિંહને ગુજરાત સરકાર દ્વારા શેના માટે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ? શું આ કરાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક તૈયાર કરવા માટે હતો? શું આ કરાર એક એડવાન્સ હતો? ગુજરાત સરકારે 177 કરોડના સંદીપસિંહની કંપનીની પસંદગી કયા આધારે કરી હતી? સચિન સાંવતે આરોપ મૂક્યો હતો કે, 2017માં સંદીપની કંપનીને 66 લાખની ખોટ ગઇ હતી, જ્યારે 2018માં 61 લાખનો નફો અને 2019માં 4 લાખની ખોટ થઇ હતી. સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહે પણ કહ્યું હતું, પરિવારનો કોઈ વ્યક્તિ સંદીપને ઓળખતો નથી. જ્યારે સુશાંતના મોતના સમાચાર આવ્યા તો સંદીપ ત્યાં પહોંચી ગયો હતો. ડેડબોડી જોઈને સુશાંતની બહેન મીતુ બેભાન થવા લાગી ત્યારે સંદીપે જ તેને સંભાળી હતી. આ તમામ બાબતોમાં તેને આગળ આવવાની તક મળી ગઈ. સંદીપે આ તકનો લાભ ઉઠાવ્યો. પોસ્ટમોર્ટમથી લઈ અંતિમ સંસ્કાર સુધી તમામમાં સંદીપ સામેલ રહ્યો હતો.
તેણે શરૂઆતનો અભ્યાસ મુંબઈમાં કર્યો પરંતુ ગરીબીને કારણે તે અભ્યાસ પૂરો ના કરી શક્યો. સંદીપે ટ્યૂશનથી લઈ રસ્તા પર આઇસક્રીમ વેચીને પોતાનું ગુજરાન ચલાવ્યું હતું. 2001માં સંદીપે જર્નલિસ્ટ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. પછી એક રેડિયો ચેનલમાં સંદીપ શો પ્રોડ્યૂસર બની ગયો હતો. ત્યારબાદ તેને સતત સફળતા મળી હતી.પછી સંદીપ રેડિયો મિર્ચીનો એન્ટરટેઈનમેન્ટ હેડ બન્યો હતો. સંદીપે 2008માં કલર્સ ચેનલ માટે પહેલો શો ડાન્સિંગ ક્વીન બનાવ્યો હતો. ત્યારબાદ 2011માં ભણસાલી પ્રોડક્શનનો બન્યો હતો. ભણસાલી પ્રોડક્શનમાં રહીને સંદીપે રાઉડી રાઠોડ શિરીન ફરહાદ કી તો નિકલ પડી રામલીલા મેરીકોમ તથા ટીવી સિરિયલ સરસ્વતીચંદ્ર ને કો-પ્રોડ્યૂસ કરી હતી. 2015માં સંદીપ અલીગઢ ફિલ્મથી ઇન્ડિપેન્ડન્ટ પ્રોડ્યૂસર બન્યો હતો ત્યારબાદ તેણે સરબજીત ભૂમિ પીએમ નરેન્દ્ર મોદી જેવી ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી.