ધાનેરા કારગિલ હોટલ પાસે ગાડીમાં આગ લાગી

ધાનેરા કારગીલ હાઇવે પર અચાનક વાન ગાડી માં આગ લાગતા ગાડી અંદર પટેલ સામાન બળીને ખાખ થઇ જવા પામ્યો છે તો બીજી તરફ કોઈ જાનહાની ન થતા તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છેધાનેરા થી ઘાનાગામે જઇ રહેલી વાન ગાડીમાં અચાનક ધાનેરા અને કારગીલ હાઈવે પર આગ લાગતાં લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ ગાડી માં રહેલ ચાલક સહિત ઈસમો ટાઇમસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ બચી હતી ત્યારે ગાડીમાં પડેલ સામાન સહિત ગાડી બળીને ખાખ થઇ જતા ગાડી માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે સમગ્ર ઘટનાને લઇ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતા તો બીજી તરફ સ્થાનિક લોકો દ્વારા ફાયર ફાઈટરની જાણ કરતા નગરપાલિકાના ફાયર ફાયટર તાત્કાલિક આવી આગ પર કાબૂ મેળવતા લોકો અને તંત્ર એ રાહત નો શ્વાસ લીધો હતો.