મોટામિયા માંગરોળ મુકામે દરગાહ શરીફના ગાદીપતિના સુપુત્ર ડોકટર પીરમતાઉદ્દીન ચિસ્તી દ્વારા કોરોનાનું સંક્રમણ દૂર થાય તે માટે દુઆ

મોટામિયા માંગરોળ મુકામે દરગાહ શરીફના ગાદીપતિના સુપુત્ર ડોકટર પીરમતાઉદ્દીન ચિસ્તી દ્વારા કોરોનાનું સંક્રમણ દૂર થાય તે માટે દુઆ
Spread the love

કોમી એકતાનું ઉદાહરણ ધરાવતી વર્ષો જૂની મોટામિયા માંગરોળ મુકામે આવેલ એતિહાસિક મોટામિયા બાવા ની દરગાહ ખાતે આજે વર્તમાન ગાદી પતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દી ચિશ્તીની આજ્ઞાથી તેમના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડોકટર પીર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીએ મોટામિયા માંગરોળની ગાદી (દરગાહ)નો વિશેષ મહિમા હોવાથી, માંગરોળ આવી, આ વિસ્તારમાં જે કોરોના મહામારી ફેલાઈ રહી છે, તે દૂર થાય તે માટે ખ્તમે ખ્વાજગાનએ ચિશ્તના આયોજન સાથે વિશેષ દુઆ કરવામાં આવી હતી, તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વિસ્તાર તેમજ દેશમાંથી કોરોનાની મહામારી દૂર થાય તેમજ દરેક કોમના લોકોનું જીવન પુન:ધબકતું થાય અને ત્વરીત પરવરદિગાર માનવસમાજને આ મહામારી માંથી ઉગારે એવી અંત:કરણથી અભ્યર્થના છે.

અત્રે યાદ આપવું જરૂરી છે કે આ દરગાહ ખાતે દર વર્ષે સતત ૧૫ દિવસ સુધી ઉંર્સ ભરાય છે.દરગાહ ખાતે તમામ કોમના લોકો દર્શન માટે આવે છે. આ દરગાહના હાલના ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિસ્તીના સુપુત્ર અને ગાદીના ઉત્તરાધિકારી ડોક્ટર પીર મતાઉદ્દીન ચિસ્તી દ્વારા એક લાખ લોકોને વ્યસન મુક્ત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જે પૂર્ણતાને આડે પોહચ્યું છે. આ દરગાહના પૂર્વજોએ એક લાખ ગાય પાળવાનું અભિયાન પુરૂ કર્યું હતું. પૂર્વજોને સયાજીરાવ ગાયકવાડ તરફથી વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG-20200913-WA0016-1.jpg IMG-20200913-WA0020-0.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!