અમદાવાદમાંથી પકડાયું કરોડોનું ડ્રગ્સ, MD ડ્રગ્સની હેરફેરમાં પોલીસ કર્મીની પણ સંડોવણી

અમદાવાદમાં ગૂનાખોરીમાં વધારો થતો જાય છે. ત્યારે ઘણી વખત ડ્રગ્સ પકડાવવાની ઘટના સામે આવતી રહે છે. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કરોડ રૂપિયાનો એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. અમદાવાદના સીટીએમ પાસેથી 4 આરોપીની ડ્રગ્સ સાથે અટકાયત કરવામાં આવી છે. આ ડ્રગ્સની કિંમત આશરે એક કરોડ રૂપિયા છે. આ આરોપીઓ પોલીસકર્મીને સાથે રાખીને ડ્રગ્સની ડિલીવરી કરતા હતા. ત્યારે ડ્રગ્સની હેરાફેરીમાં મોટો રોલ ભજવતા પોલીસકર્મીની પણ ધરપકડ કરાઈ છે. મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચે 1 કરોડ 1 લાખ 44 હજારનુ એમડી ડ્રગ્સ ઝડપ્યું પાડ્યું છે.
આ ઘટનામાં 5 આરોપીની ધરપકડ કરવામા આવી છે. MD ડ્રગ્સ ની હેરફેર માટે પોલીસ કર્મી ની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. જેમા ક્રાઈમ બ્રાંચે અમદાવાદ ના એક પોલીસ કર્મીની ધરપકડ કરી છે. આ આરોપીઓ પોલીસ કર્મીની મદદથી ડ્રગ્સ અમદાવાદ લાવતા હતા. સમગ્ર મામલે મળતી માહિતી મુજબ ડ્રગ્સ હેરફેરમાં સામેલ પોલીસ કર્મી અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ લાવતા હતા. જેમા મુખ્ય આરોપી સરફરાજ તેજાવાલા પેરોલ જમ્પ કરી આ નેટવર્ક ચલાવતો હતો. ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જોકે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ : ગોહેલ સોહીલ કુમાર