સુરત સિવિલ હોસ્પિટલમાં પગારમુદે સફાઈ કામદારોની વીજળીક હડતાળ

સુરત નવી સિવિલહોસ્પિટલના કેમ્પર્સમાં કાર્યરત કોવિડ હોસ્પિટલના ૩૦-૪૦ સફાઈ કામદારો પગારમુદે વીજળીક હડતાળ પર ઉતરી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું.સિવિલના કેમ્પસમાં ૫૦૦ થી વધુ સફાઇ કામદારો સહિત વર્ગ-૪ ના કામદારો ફરજ બજાવે છે. એમાંથી ૩૦-૪૦ જેટલા કામદારો પગારમુદે હડતાળ પર ઉતરી ગયા હતા.ત્રણ કલાક સુધી કામથી અળગા રહ્યા હતા.જેને પગલે હોબાળો મચી જતાં સિવિલના RMO ડો.કેતન નાયક અને કોન્ટ્રાક્ટરનો મેનેજર પણ દોડી આવતા આખરે RMO એ સમાધાન કરાવતા કામદારો ફરજ ઉપર ચઢી ગયા હતા.કામદારોને પગાર પણ ચૂકવી દેવામાં આવ્યો હતો. સરકાર તરફથી કોન્ટ્રાકટ પર કામ કરતા કામદારોના પગાર ચૂકવવા માટે સમયસર ગ્રાન્ટ મળતી ન હોવાથી આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)