બાબરી ધ્વંસનો 28 વર્ષે 30 સપ્ટેમ્બરે ચુકાદો, અડવાણી સહિત 32 આરોપીને હાજર રહેવાનો આદેશ

- બાબરી ધ્વંશ કેસમાં સ્પેશ્યલ સીબીઆઈ જજ એસકે યાદવ ચુકાદો સંભળાવશે
- એજન્સી પહેલાં જ 400 પાનાની લેખિક ચર્ચા દાખલ કરી ચુકી છે
- આોરોપીઓ વિરુદ્ધ 351 સાક્ષી અને લગભગ 600 પુરાવા રજૂ કરાયા
લખનઉ: બાબરી ધ્વંસ કેસમાં લખનઉમાં સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટ 30 સપ્ટેમ્બરે ચુકાદો સંભળાવશે. કોર્ટે કેસમાં બધા 32 મુખ્ય આરોપીને આ દિવસે સુનાવણી માટે હાજર થવાનો આદેશ આપ્યો છે. તેમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી અને કલ્યાણ સિંહ પણ સામેલ છે. આ કેસમાં સ્પેશ્યલ સીબીઆઈ જજ એસકે યાદવ ચુકાદો સંભળાવશે.
અગાઉ સ્પેશ્યલ જજે 22 ઓગસ્ટે ટ્રાયલ સ્ટેટસ રિપોર્ટ જોયા પછી કેસની સુનાવણી પૂર્ણ કરવાની સમયસીમાને એક મહિના વધારી 30 સપ્ટેમ્બર સુધી વધાર્યું હતું. કોર્ટે ટ્રાયલ પૂર્ણ કરવા માટે 31 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો. કેસમાં બે સપ્ટેમ્બરથી ચુકાદો લખવાનું શરૂ થવાનું હતું. સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ મૃગવ રાકેશ, આઈબી સિંહ અને મહિપાલ અહલૂવાલિયાએ આરોપીઓ તરફથી મૌખિક દલીલો રજૂ કરી. તે અગાઉ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી કે બચાવ પક્ષ પોતાનો લેખિક જવાબ નથી આપી રહ્યા.
સ્પેશ્યલ જજે બચાવ પક્ષના વકીલને જણાવ્યું હતુ કે જો મૌખિક રીતે કંઇ કહેવા માંગો છે તો 1 સપ્ટેમ્બર સુધી કહી શકો છો, નહીંતર તેમને તક નહીં મળે. તે પછી સીબીઆઈના વકીલો લલિત સિંહ, આર.કે. યાદવ અને પી. ચક્રવર્તીએ પણ મૌખિક દલીલો આપી હતી. સીબીઆઈ સુનાવણી દરમિયાન આોરોપીઓ વિરુદ્ધ 351 સાક્ષી અને લગભગ 600 પુરાવા રજૂ કરાયા છે. અદાલત ચુકાદા સંભળાવતા પહેલા સીબીઆઈના સાક્ષી અને પુરાવા પર નજર કરશે. એજન્સી પહેલાં જ 400 પાનાની લેખિક ચર્ચા દાખલ કરી ચુકી છે.
નોંધનીય છે કે બાબરી મસ્જીદને કારસેવકોએ 6 ડિસેમ્બર 1992માં તોડી પાડી હતી. તેમનો દાવો હતો કે અયોધ્યામાં આ મસ્જિદ ભગવાન રામના ઐતિહાસિક મંદિરના સ્થાન પર બનાવવામાં આવી હતી. બાબરી ધ્વંસ કેસમાં કોર્ટનો ચુકાદો 28 વર્ષ પછી આવી રહ્યો છે.