વિદ્યાના મંદિરમાં શેતાનિયતનું પર્દાફાસ ? છેલ્લા 1 વર્ષ થી કરતો હતો શિક્ષીકાની છેડતી !

- પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભમડામુવાડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકા નો એકાંતનો લાભ લઇ છેલ્લા એક વરસથી આચાર્ય શિક્ષિકા ની છેડતી કરતાની ઘટના સામે આવતા જ શિક્ષક જગત માં ભારે ચર્ચાનો વિષય બન્યો છે
આવી કોરોનાની મહામારી માં શાળામાં ગણતરીના જ શિક્ષકો આવતા હોય આવામાં ગામડા ભમડામુવાડા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષક જ હતા એવામાં શિક્ષિકાના એકાંતનો લાભ લઇ શેતાનિયત કરતો આચાર્યએ શિક્ષિકા ની છેડતી કરતો હતો . રોજ બરોજ છેડતી ને લઈ મહિલા શિક્ષીકા હેરાન પરેશાન થઈ ગઇ હતી આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પંચમહાલ ને પણ રજૂઆત કરવા છતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આંખ આડા કાન કરવામાં આવ્યા હતા આખરે નાછૂટકે શિક્ષિકાએ ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સમગ્ર પંચમહાલ જિલ્લાની શિક્ષિકા ઓમાં હાહાકાર મચાવ્યો પામ્યો છે.
વધુમાં પંચમહાલ જિલ્લાની પ્રાથમિક શિક્ષિકા પોતાના પરિવારને છોડીને વિદ્યામંદિરમાં બાળકોને વિધ્યા આપવા માટે પોતાના પતિના વિશ્વાસ ને માથે મૂકીને ઘરેથી એકલા શાળાએ નોકરી અર્થે જતા હોય છે. અને એવામાં જિલ્લાની શિક્ષિકાઓની સુરક્ષાઓ નો મોટો પ્રશ્ન ઉભો થયો છે તો જિલ્લાની શિક્ષિકા કેટલી સુરક્ષિત છે તે પંચમહાલના મહિલાઓમાં સુરક્ષાને લઈ જોરો સોરોથી ચર્ચાનો વિષય બન્યો છે શું આ અંગે સરકાર થી આવા છેડતી કરનારા શિક્ષકો વિશે કડક પગલાં લેશે કે કેમ? કે પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ની જેમ આંખ આડા કાન ?
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)