ડભોઇના સીતપુર ગામની સીમમાં દીપડાએ પશુનું મારણ કરતા ભયનો માહોલ

ડભોઇના સીતપુર ગામની સીમમાં દીપડાએ પશુનું મારણ કરતા ભયનો માહોલ
Spread the love

ડભોઇ તાલુકાના સીતપુર ગામે વારંવાર બનતી ઘટનાને લઇને ગત રાત્રી ના રોજ ઘરના આંગણામાં બાંધેલી બકરીને દીપડા એ ગામમાં પ્રવેશ કરી તેનું મારણ કરી દેતા રહિશોમાં ફફડાટની લાગણી પ્રસરી છે સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ડભોઈ તાલુકાના સીતપુર ગામના છેલ્લા ઘણા સમયથી દીપડો ગામમાં વારંવાર પ્રવેશ કરીએ ભેંસો ગાયો બકરાનું મારણ કરી ભાગી જતા દીપડા ની સામે વનવિભાગ લાચાર થઇ જવા પામ્યું છે.ગતરોજ રાત્રિના સમયે અહેમદ ભાઈ રાઠોડ ના ઘરે આંગણમાં પોતાને બકરી બાંધેલી હતી આ બકરાનુ મારણ દીપડા એ કરીને બકરી નું મૃત્યુ નિપજાવી ભાગી છૂટતા રહીશોમાં ભયનું વાતાવરણ સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

આવા બનાવને કારણે વારંવાર ગામના રહીશો દ્વારા વન વિભાગ ખાતે રજૂઆત કરતા આવ્યા છે પરંતુ કોઈ નક્કર પરિણામ વનખાતા દ્વારા લેવાતું નથી આજે તો પશું નુ મોત નીપજાવી આવતીકાલે માનવીના વારો પણ આવી શકે તેમ છે ગામ લોકોની માંગ છે કે દીપડા ને પાંજરે પુરવા વહેલી તકે વનવિભાગ કામગીરી કરે તેવી લોક લાગણી અને માગણી છે આ મહિનામાં ત્રીજો બનાવ છે ગામજનો દ્વારા વારંવાર રજૂઆત વનવિભાગના અધિકારીઓને કરતા છતાં પણ પાંજરું મુકવામાં આવતું નથી કે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી હાલ તો પશુઓના મરણ થાય છે , જો આ દીપડો ક્યાં કોઈ વ્યક્તિ પર હુમલો કરશે અને તેનું મરણ થશે તો જવાબદાર કોણ ?જેવી ચર્ચા ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.

IMG-20200919-WA0026.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!