ખેડબ્રહ્મા : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આણંદ જિલ્લા કારોબારીની રચના

આજરોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંચાલિત ગ્રાન્ટેડ શૈક્ષિક મહાસંઘ દ્વારા આણંદ જિલ્લા કારોબારીની રચના કરવામાં આવી. જેમાં સર્વાનુમતી એ આણંદ જિલ્લા કારોબારીની નિમણૂક કરવામાં આવી. જે બાબતે રાજ્યના પ્રમુખ શ્રી ઉજ્જવલ ભાઈ,આણંદ જિલ્લાના પ્રભારી સિંધા ધવલસિંહ અને રાજ્ય ના અન્ય હોદેદારો એ રૂબરૂ મુલાકાત અને સંઘ ની કામગીરી અને કાર્ય પ્રણાલી દ્વારા સહુ ને માહિતગાર કર્યા અને આણંદની કારોબારીની રચના કરવામાં આવી.
સાથે જ આણંદ જિલ્લા પ્રમુખશ્રી તરીકે જીતુભાઇ પરમાર અને મંત્રી તરીકે જયેંદ્રસિંહ મહિડા, અને અન્ય હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ હતી. નવીન કારોકારી દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તથા જિલ્લા. પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ની શુભેચ્છા મુલાકાત લેવા માં આવી હતી. સાથે જ તેઓ એ સંઘના કર્યા. માન્યતા અને બંધારણ વિશે માહિતી આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા શિક્ષકો ના પડતર પ્રશ્નો વહેલા માં વહેલી તકે હલ કરવાની બાંહેધરી આપી હતી.