ખેડબ્રહ્મા : પ્રાંત કચેરી ખાતે કોરોના અંતર્ગત મીટીંગ યોજાઇ

આજરોજ ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીશ્રીની આગેવાની હેઠળ ખેડબ્રહ્મા તાલુકાના વિવિધ એસોસિયેશનના પ્રતિનિધિઓ ની મિટિંગ પ્રાન્ત કચેરી ખાતે મળી હતી.
ખેડબ્રહ્મા તાલુકામાં કોરોનાના કેસોને રોકવા માટે તંત્ર એલર્ટ બન્યું હતું. વેપારી એસોસિયેશનના તમામ મિત્રો સાથે કોરોનાના કહેર ની ચર્ચા કરી હતી. જેમાં અગમચેતીના ભાગરૂપે તા.27.9.20 થી 7.10.20 સુધી સ્વામી વિવેકાનંદ હોલ ખાતે દરેક વેપારી મિત્રો તેમજ સ્ટાફ નું કોરોના નો ફરજિયાત ટેસ્ટ કરાવવાનો રહેશે.
ટેસ્ટ કરાવ્યા બાદ દરેક વેપારી મિત્રો ને હેલ્થ કાર્ડ આપવામાં આવશે. જેની પાસે હેલ્થ કાર્ડ નહિ હોય એમને દુકાન ખોલવા દેવામાં આવશે નહીં.
દરેક એસોસિએશનની ટેસ્ટ માટેની તારીખ એમના પ્રતિનિધિ ને જણાવવા માં આવશે.તે પ્રમાણે દરેકે કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખેડબ્રહ્મામા મિઠાઈ ફરસાણ એસોસિએશન ના વેપારી મિત્રો નો ટેસ્ટ તા.04.10.2020 ના રોજ સ્વામી વિવેકાનંદ હોલ ખાતે કરાવવાનો રહેશે. દરેક વેપારી મિત્રો સોશિયલ distance રાખી ફરજિયાત માસ્ક પહેરી સેનેટ રાઈઝરનો ફરજિયાત ઉપયોગ કરી વેપાર-ધંધા કરે તે ખૂબ જરૂરી છે. મામલતદાર શ્રી જી.ડી. ગમાર સાહેબે ઉપસ્થિત સૌ વેપારી મિત્રોને વહીવટીતંત્ર ને સાથ સહકાર આપવા અપીલ કરી હતી.
ધીરુભાઈ ખેડબ્રહ્મા