આઝાદી સંગ્રામ સમયે મહાત્મા ગાંધીજીએ ચલાવેલી ચળવળે ભારતને સ્વતંત્ર બનાવ્યું

આઝાદી સંગ્રામ સમયે મહાત્મા ગાંધીજીએ ચલાવેલી ચળવળે ભારતને સ્વતંત્ર બનાવ્યું
Spread the love
  • મોહનદાસ ગાંધી મહાત્મા ગાંધી બની ગયા
  • માણાવદરમાં ચશ્મા વિનાના ગાંધીજી

આઝાદી સંગ્રામ સમયે મહાત્મા ગાંધીજી એ ચલાવેલી ચળવળે ભારતને સ્વતંત્ર બનાવ્યું ને મોહનદાસ ગાંધી મહાત્મા ગાંધી બની ગયા. આઝાદી મળતા લોકો આનંદવિભોર બની ગયા ને તેની ઉજવણી પરંપરાગત કાળ પછી ગાંધીજી માત્ર ખુરસી મેળવવાનું કેન્દ્ર બનીને રહી ગયા. ગાંધીજી એ શું પોતાના માટે આઝાદી મેળવી હતી ? ના ગુલામીની જંજીરીમાંથી પ્રત્યેક લોકોને મુક્ત કરવા માટે ગાંધીજી એ પોતડી પહેરી લડત ચલાવી હતી એવા મહાત્મા ગાંધીજીને સન્માન આદાર મળવા જોઇએ તેને બદલે રાજકારણીઓ ગોડેસેના ગીતો ગાઇ રહયા છે.

આજે ગાંધીજી ની જયંતી છે ત્યારે માણાવદર ગાંધી ચૉકમાં આવેલ ગાંધીજીની આંખ ઉપરના ચશ્મા અદશ્ય હતા એ જોઇને સહકારી મંડળી ના પ્રમુખ દેવજીભાઇ ઝાટકિયા ને ધણું જ દુ:ખ થયું ને તેમણે મુખ્યમંત્રી રૂપાણીને આ અંગે એક પત્ર પાઠવી ફરિયાદ કરતા જણાવ્યું છે કે શુ તમારા શાસનમાં (ભાજપના ) ગાંધીજી ભ્રષ્ટાચાર ન જોઇ શકે એટલા માટે માણાવદર નગરપાલિકા ની સામે ઊભેલી ગાંધી પ્રતીમા ચશ્મા વિનાની છે ઝાટકિયા એ દુ:ખ સાથે એ પણ જણાવ્યું છે કે માણાવદરમાં 26 જાન્યુઆરી તથા 15 મી ઓગસ્ટ ના દિવસે પણ કોઈ જ કાર્યક્રમ યોજાતા નથી માણાવદરની આ મોટી કમનસીબી નહિ તો બીજું શું કહેવાય ?

અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

IMG-20201002-WA0025.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!