25% ફી માફી નહી પરંતુ આ લોલીપોપ છે : NSUIનો આક્ષેપ

ગૂજરાત સરકાર દ્વારા વિધાર્થી ઓને ૨૫% ફી માં રાહત આપવાનું નકકી કરવામા આવ્યું છે તે માત્ર ને માત્ર લોલીપોપ છે ગૂજરાત સરકાર વિદ્યાર્થી ઓને અને વિદ્યાર્થીઓના વાલીઓ ને લોલીપોપ આપી રહી છે હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારેવિદ્યાર્થીઓની છ મહિનાની ફી માફી કરવામા આવી તોજ વિદ્યાર્થીઓને અને વાલી ઓને રાહત મળી શકે એમ છે સરકાર ને અનુરોધ છે કે છ મહીના ની ફી માફ કરવામાં આવે તેવી રાજુલા NSUI ની માંગ છે.
કોરોના ને કારણે ઘણા સમય થી ઘણા બધા ધંધા રોજગાર બંધ છે શાળા – કોલેજો બંધ છે આવા સમય માં વાલીઓને ધણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે જો છ મહીના ની ફી માફ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને રાહત મળે. ટૂંક સમય માં જો સરકાર દ્વારા વિધાર્થી ઓને છ મહીનાની ફી માફ કરવામાં નઈ આવે તો NSUI દ્રારા ઊગ્ર આંદોલન કરવામાં આવશે વિદ્યાર્થીઓ અને વાલી ઓને સાથે રાખી ને NSUI રસ્તાં પર ઉતરશે રવિરાજભાઈ ધાખડા પ્રમુખ રાજુલા NSUI, આરીફ સેલોત મંત્રી રાજુલા NSUIની યાદી યાદી માં જણાવ્યુ.
રિપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)