બાંટવામાં ઇ- ધારા કેન્દ્ર શરૂ કરવા અરવિંદભાઇ રાઠોડની માંગ

બાંટવા ગામે છેલ્લા દશ વર્ષથી ઇ-ધરા કેન્દ્ર બંધ હોય જે ચાલુ કરાવવા બાબતે બાંટવા શહેર કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ દ્વારા હર્ષદભાઈ રીબડીયા ઉપદંડક વિરોધપક્ષ, વિધાનસભા ગુજરાત ધારાસભ્ય ૮૭-વિસાવદર વિધાનસભા ગુજરાત ને રુબરુ મળી ખેડૂતો સાથે રજુઆત કરવામાં આવેલ કે છેલ્લા દશ વર્ષથી બાંટવા ગામે ઇ-ધરા કેન્દ્ર બંધ હોય જેથી ૧૫૦૦ જેટલા ખેડુતોને ૭/૧૨ નાં દાખલા કઢાવવા માટે તથા હાલમાં મગફળી ખરીદીની માટે ઓનલાઇન અરજી કરવા માટે તેમજ અતિવૃષ્ટિ નાં કારણે પાક નિષ્ફળ જતાં સહાય માટે ઓનલાઈન અરજી કરવા માટે બાંટવા થી ૭ કિ.મી.દુર માણાવદર તાલુકા કક્ષાએ સમય અને નાણાંનો ખર્ચ કરી જવું પડતું હોય તાલુકામાં સૌથી વધુ ખાતેદાર ખેડુતો હોવા છતાં ઇ-ધરા કેન્દ્ર ન હોવું બાંટવા ગામને અન્યાય સમાન છે.
જે બાબતે ખેડુતપુત્ર એવા ખેડુતોના હિતેચ્છુ ધારાસભ્ય હર્ષદભાઈ કે જે હંમેશના માટે ધારાસભામાં ખેડૂતો તથા જનતાનાં પ્રાણપશ્નોને મજબુતીથી રજુ કરી નિરાકરણ લાવવા સતત જાગૃતિ દાખવી સતત પ્રયત્નશીલ રહેતાં અને પ્રશ્નો ના ઝડપથી નીકાલ લાવતા હર્ષદભાઈ રીબડીયા દ્વારા અગ્ર સચિવ સાહેબ મહેસુલ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા કલેકટર સાહેબ જુનાગઢ ને લેટરપેડ પર લેખિત રજુઆત કરી હતી કે બાંટવા ગામે ખેડુતોના હિતમાં આ ભલામણને આપના માધ્યમથી અગ્રતા આપી સત્વરે ઇ-ધરા કેન્દ્ર ચાલુ કરવા માટે ભલામણ કરી હતી અને કરેલ કાર્યવાહી ની જાણ અત્રેની કાર્યાલય ને કરવા વિનંતી કરી હતી
અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)