ચંપાબેન ટાઉનહોલ ખાતે વિહિંપ, લાયન્સ ક્લબ, BJP દ્વારા વિનામૂલ્યે હરસ મસા નિદાન સારવાર કેમ્પ

વિશ્વ હિન્દુ પરિષદ કડી પ્રખંડ , લાયન્સ કલબ ઓફ કડી તથા ભારતીય જનતા પક્ષ કડી ના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે હરસ મસા સારવાર નિદાન કેમ્પ કડી શહેરના શ્રી ચંપાબેન રતિલાલ ટાઉનહોલ ખાતે યોજાયો જેમાં ભારતીય સેવા સમાજ ( ગાંધી નગર ) ના સેવાભાવી વિખ્યાત ડૉ. શ્રી કૃષ્ણાનંદ ચિતાણીયા ( F.F.R.C.S. ઇંગ્લેન્ડ , F.I.C.S. અમેરિકા ) તથા તેમની ટીમ દ્વારા 125 થી વધુ દર્દીઓને હરસ-મસા ની રિંગ ચઢાવી સારવાર આપવામાં આવી. આ હઠીલા દર્દની સારવાર માટે જર્મન ટેકનોલોજીનો વિશ્વભરના 9 દેશોમાં અને ભારતના 24 રાજ્યોમાં ડો.ચિતાણીયા સાહેબ દ્વારા અત્યાર સુધીમાં 1,75,000 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધેલ છે.
આ કેમ્પનું ઉદ્ઘાટન બ્રહ્માકુમારી રાજયોગીની સંગીતાબેન ના હસ્તે થયું હતું. કેમ્પના અતિથિ વિશેષ તરીકે શ્રી કરશનભાઇ સોલંકી ( ધારા સભ્ય શ્રી કડી), શ્રી વિનોદભાઈ પટેલ (ચેરમેનશ્રી, માર્કેટ યાર્ડ – કડી) , શ્રી દિલીપભાઈ પટેલ (રાજા ઇન્ડસ્ટ્રીઝ) હાજર રહ્યા હતા. આ કેમ્પના સંયોજક શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ (કડી પ્રખંડ પ્રમુખ, વિહિપ) , શ્રી દિનેશભાઇ પટેલ ( કાર્યકારી અધ્યક્ષ – મહેસાણા જિલ્લા, વિહિપ), શ્રી હીમાંશુભાઈ ખમાર (ડાયરેકટરશ્રી , બિનઅનામત નિગમ, ગુજરાત રાજ્ય) , શ્રી અરવિંદભાઈ કાપડિયા (પ્રમુખશ્રી, કડી શહેર ભાજપ), શ્રી નિકુલભાઈ પટેલ (ઝેબ્રા બ્રાન્ડિંગ, કડી), શ્રી મયંકભાઈ પટેલ (આલ્ફા ગ્રુપ), શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ (પ્રમુખ , લાયન્સ કલબ ઓફ કડી) હતા. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ , લાયન્સ કલબ ઓફ કડીની ટીમ તથા બીજેપી કડી શહેરની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી.