DY.CMના આદેશને પગલે ડીડીઓએ થોળ તલાટીની ગંદકી મામલે ખેરાલુ બદલી કરી નાખી

- ગંદકીના ઢગના ના કારણે થોળ તલાટીની બદલી
- ગંદકીના ઢગ નાયબ મુખ્યમંત્રીની નજરમાં આવતા તાત્કાલિક થોળ તલાટીનો બદલીનો આદેશ આપ્યો
- નાયબ મુખ્યમંત્રીનો સ્પષ્ટ આદેશ ફરજમાં સાવચેત રહો નહિતર સજા ભોગવવા તૈયાર રહો
સેડફા ગામની હદમાં રોડ ઉપર ખડકાયેલા ગંદકીના ઢગના કારણે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ના આદેશના પગલે થોળ-સેડફા તલાટી પ્રદીપસિંહ ચાવડા ની ફરજમાં બેદરકારીને પગલે ગુરુવારના રોજ તાત્કાલિક બદલી કરી દેતા સરકારી અમલદારોમાં સન્નાટો વ્યાપી ગયો હતો.
કડી તાલુકાના મેડા આદરજ ગામમાં ડીઝીટલ સેવા સેતુના ઉદ્ધાટન પ્રસંગે આવી રહ્યા હતા ત્યારે સેડફા ગામ નજીક મુખ્ય રોડ ઉપર ગંદકીના ઢગલાં જોતા થોળ ગામના તલાટી પ્રદીપસિંહ ચાવડા ને ફરજમાં બેદરકારી મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીને ફોન કરી તાત્કાલિક બદલી કરવાનો આદેશ આપતા ડીડીઓ એ થોળ તલાટી પ્રદીપસિંહ ચાવડાની તાત્કાલિક ખેરાલુ તાલુકામાં બદલી કરવામાં આવી હતી.
સ્વચ્છતા પ્રિય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ના ધ્યાને ગંદકીના ઢગલાઓને કારણે લોકો હેરાન પરેશાન થતા હોવા છતાં થોળ તલાટી દ્વારા ફરજમાં બેદરકારી દાખવી કોઈ ઉકેલ નહિ લાવતા તેમના આદેશને પગલે તલાટીની બદલી ખેરાલુ તાલુકામાં કરી દેતા તાલુકાના સરકારી અમલદારોમાં સોપો પડી ગયો હતો.થોળ ગામના તલાટીની બદલી કરી દેતા તેમની જગ્યાએ શિયાપુરા ગામના તલાટીની વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.