હિંમતનગર B ડીવીઝન પોલીસે ડમ્પર ટ્રકમાથી 13,29,600 રૂનો દારૂ પકડ્યો

હિંમતનગર B ડીવીઝન પોલીસે ડમ્પર ટ્રકમાથી 13,29,600 રૂનો દારૂ પકડ્યો
Spread the love
  • આઇવા ડંમ્પરમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમને પકડી પાડી રૂ..૧૩,૨૯,૬૦૦ નો દારૂનો જથ્થો પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય મંડલીક સાહેબ એ સાબરકાંઠા જીલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ જે સંદર્ભે હિંમતનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી. કે.એસ.સુર્યવંશી સાહેબના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો.સ.ઈ. જે.એમ.પરમાર તથા પો.સબ.ઇન્સ સી.એચ.આસુન્દ્રા તથા સ્ટાફ ના માણસો આ દિશામાં સખત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ
તા. ૧૨/૧૦/૨૦૨૦ ના રોજ પો.સબ.ઇન્સ.જે.એમ.પરમાર તથા ડી સ્ટાફના માણસો સાથે પો.સ્ટે.હાજર હતા તે દરમ્યાન અ.પો.કો.મિતરાજસિંહ રણજીતસિંહ ને ખાનગી રાહે બાતમી મળેલ કે, રાજસ્થાન તરફથી એક હાઇવા ડંમ્પર ગાડી જેનો રજી.નં G J-3-W 7906 તેમાં વિદેશી દારૂ ભરેલ છે. અને તે ડમ્પર મોતીપુરા બાયપાસ રોડ થી વિજાપુર તરફ જનાર છે.

જે બાતમી આધારે હિંમતનગર બાયપાસ રોડ વિધ્યાનગરી આગળ આવી તે ડમ્પર હાઇવાની વોચમાં છુટા છવાયા ઉભા હતા દરમ્યાન હાઇવા ડમ્પર G J-3-W 7906 મોતીપુરા રોડ તરફથી આવતાં તેને રોકી લઇ ડમ્પરના ચાલકને નીચે ઉતારી તેનુ નામ ઠામ પુછતાં પોતે પોતાનુ નામ પ્રકાશ રતનભાઇ પટેલ ઉ.વ. ૨૭ રહે. રખ્યાવલ પોસ્ટ.ખેમલી તા.માવલી જી.ઉદેપુર રાજસ્થાન નો હોવાનુ જણાવેલ જેને પકડી ડમ્પરના પાછળના ભાગે જોતાં ભારતીય બનાવટની અલગ અલગ માર્કાની વિદેશી દારૂની કુલ બોટલ નંગ- ૨૭૭૨ કિ.રૂ .૧૩,૨૯,૬૦૦ તથા દારૂ ભરેલ ટ્રક કિં.રૂ.૮,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન કિં.રૂા.૮,૦૦૦ મળી કુલ મુદામાલ કિં.રૂ.૨૧,૩૭,૬૦૦ નો કબ્જે કરી ઉપરોકત ઇસમ તથા દારૂ ભરી આપનાર ઇસમ શંકર ઉર્ફે શકાજી ઉર્ફે શકલાલજી માંનાજી ડાંગી (પટેલ) રહે. રખ્યાવલ પોસ્ટ. ખેમલી તા.માવલી જી.ઉદેપુર , રાજસ્થાનના વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG_20201013_172800.jpg

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!