નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા COVID-19 જનજાગૃતિ પ્રદર્શન

ગુજરાત કાઉન્સિલ ઓન સાયંસ એન્ડ ટેકનોલોજી પ્રેરિત નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને અનુલક્ષીને કોરોના વાયરસ અંગે જાગૃતિ આવે તેમજ કોરોનાથી કઈ રીતે બચી શકાય તે અંગે સમજ કેળવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેની સાથે લોકોની અંદર વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. હાલની COVID-19 મહામારીના સમયમાં તેમાં થી રક્ષણ માટે લેવાના જરૂરી તેવા પગલાઓ અને જીવનશૈલી વિષે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જન જન સુધી પહોચવી અત્યંત જરૂરી છે. આ મહામારી ખુબજ ઝડપ થી ફેલાઈ રહી છે જેના લીધે સામાન્ય જનજીવન અને અર્થવ્યવસ્થા ડામાડોળ થઇ ગયેલ છે.
આ મહામારી ફેલાઈ રહી છે ત્યારે નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા જન સેવા કેન્દ્ર ખાતે આવતા સમગ્ર જીલ્લામાંથી આવતા અરજદારોને આ મહામારીનો સંપૂર્ણ ખ્યાલ આવે તેમજ તેના થી બચી શકવા માટેના ઉપાયો વિષે જાગૃતતા આવે તેવા હેતુ થી ગાંધીનગર કલેકટર ઓફીસ ખાતે COVID-19 જન જાગૃતિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શન માં કોરોના જાગૃતિ અંગેના જુદા જુદા ચાર્ટ્સ લગાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કોવીડ-૧૯ ના નિયમોનાં પાલન સાથે કર્મચારીઓ અને અરજદારોએ પ્રદર્શન નિહાળ્યું હતું. આ કાર્યક્રમ માનનીય કલેકટર સાહેબના માર્ગદર્શન અનુશાર કરવામાં આવ્યો હતો. તેમજ ડિજાસ્ટર મામલતદાર શ્રી રોનક કપૂર સાહેબે કાર્યક્રમમાં સહયોગ પૂરો પડ્યો હતો. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં સાયંસ સેન્ટરના કો-ઓડીનેટર હાર્દિક મકવાણા, શિવાંગ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.