હળવદમાં વકરતી ટ્રાફિક સમસ્યા લોકોને મુશ્કેલી

મેઇન બજારમાં ટ્રાફિક નિયમનો ઉલાળિયો, લોકોને ભારે પરેશાની ભારે વાહન ચાલકો પ્રવેશબંધી ના નિયમનો ભંગ કરી ખુલ્લેઆમ ફરે છે દુકાનદારો બહાર માલ ખડકી દેતા ગ્રાહકોને મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે ટ્રાફિક સમસ્યાથી શહેરીજનો તોબા પોકારી ગયા છે.
હળવદ મેઇન બજારમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા મેઇન બજારમાં વારંવાર ટ્રાફીક જામની પરિસ્થિતિ સર્જાતા લોકોને પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે સાકરી બજારમાં ભારે વાહનો નહીં પ્રવેશબંધી હોવા છતાં રીક્ષા છકડો રીક્ષા અન્ય વાહનો ભારે વાહનો લોકો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે જ્યારે બીજી બાજુએ દુકાનદારો દ્વારા દુકાન પાસે જાહેરમાં માલ ખડકી દબાણ કરતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હળવદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યા ગંભીર પ્રકારની સમસ્યા સર્જાય છે જેમાં અધૂરામાં પૂરું નગરપાલિકા દ્વારા આયોજન વગર મેઈન રોડ પર મૂકવા આવેલ ડીવાઈડર અને ઢોરના અડીંગાથી ટ્રાફિક સમસ્યા વકરી છે. આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવે તેવી માંગણી ઉઠવા પામી છે, ટ્રાફિક સમસ્યાથી શહેરીજનો તંગ આવી ગયા છે.