94 : ધારી-બગસરા-ખાંભા વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર

૯૪ -ધારી- બગસરા- ખાંભા વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપ ના ઉમેદવાર જે.વિ.કાકડિયાનુ ખાંભા તાલુકા કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ તકે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી સાહેબ, ગુજકોમાસોલના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા સાહેબ, પૂર્વ ધારાસભ્ય બાલુભાઈ તંતી, જિલ્લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હિરપરા, જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિક ભાઈ વેકરીયા, રવુભાઈ, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ આનંદભાઈ ભટ્ટ તેમજ ખાંભા તાલુકાના પ્રમુખ વિપુલ ભાઈ શેલડીયા, મહામંત્રી અરવિંદભાઈ ચાવડા, રાજુભાઇ હરીયાણી વગેરે ઉપસ્થિત રહીને મહેમાનોનું નાની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું ત્યાર બાદ ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ તકે ધારી વિધાનસભાના ઇન્ચાર્જ ધનશુખભાઈ ભંડેરી જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર જે વી કાકડીયાને ધારી, ખાંભા, બગસરા અને ચલાલા સમગ્ર ગામડાઓ અને શહેરમાં આવકાર મળી રહ્યો છે લોકો વિકાસ અને નરેન્દ્ર મોદી અને વિજય રૂપાનીની સરકારને મત આપશે ભાજપનો ભવ્ય વિજય થવાનું જણાવ્યું .આ તકે ખાંભા તાલુકાના ભાજપના તમામ કાર્યકર્તા હાજર રહ્યા હતા.
રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)