જાફરાબાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શિયાળબેટના વિરાભાઈ બારૈયાની સહમંત્રી તરીકે નિમણૂંક

જાફરાબાદ : મળતી વિગતો મુજબ જાફરાબાદ કોગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ પરમાર દ્વારા જાફરાબાદ તાલુકા કોંગ્રેસ સમિતિ ના સહમંત્રી તરીકે વિરાભાઈ માણસૂરભાઈ બારૈયા ની નિમણૂક કરવામાં આવતાં જાફરાબાદ પંથકમાંથી વિરાભાઈને અભિનંદનનો ધોધ વરસ્યો છે અને સાથે સાથે વિરાભાઈ વિશે વાત કરીયે તો તેઓ રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમાં કોળી સમાજની સાથે સાથે દરેક સમાજમાં આગવું સ્થાન ધરાવે છે અને હંમેશા તેઓ નાનામાં નાના માણસોના કામ કરતાં આવતા હોવાથી જાફરાબાદ પંથકમાં તેઓની તાલુકા કોંગ્રેસ સમિતિ ના સહમંત્રી તરીકે ની વરણી ને તમામ સમાજે આવકારી છે.
રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)