અરવલ્લી એસપી સંજય ખરાતે બ્લડ ડોનેશન કરીને શહીદોને આપી શ્રદ્ધાંજલી

અરવલ્લી : અરવલ્લી જિલ્લાના એસપી સંજય ખરાતે બ્લેડ ડોનેશન કરીને શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી. 21મી ઓક્ટોબરના દિવસે પોલીસ શહીદ દિનના દિવસે અરવલ્લી જિલ્લામાં પોલીસ બેડા અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પોલીસ કર્મચારીઓએ પોતાની ડ્યુટીની સાથે લોહીનું દાન કરીને કોરોના મહામારીના કપળા સમયમાં ઉમદા કામ કર્યું હતું. અરવલ્લી જિલ્લા પોલીસ, ભિલોડા પોલીસ સ્ટેશન અને બાયલ પોલીસ સ્ટેશને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.
અરવલ્લી જિલ્લા પોલીસવડા સંજય ખરાતે રક્તદાન કરીને શહીદોને શ્રદ્ધાંજલી આપવાની સાથે-સાથે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યા હતા. કોરોના મહામારી વચ્ચે લોકો બ્લડ ડોનેશન કરવાથી ડરી રહ્યાં છે, તેવામાં અરવલ્લી જિલ્લા પોલીસ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે જરૂરિયાતમંદ માટે લોહીની અછત ના પડે તે માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. મોડાસામાં આવેલા ન્યૂ લીપ ઈન્ટરનેશનલ શાળામાં રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો.
જેમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સૌપ્રથમ બ્લડ ડોનેટ કરીને મહાદાનની શરૂઆત કરી હતી. જ્યારે બાયડ અને ભિલોડામાં પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તે બાદ સવારે 9.30થી સાંજના 4 વાગ્યા સુધી પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ટીઆરબી, હોમગાર્ડ જવાનો અને સ્વેચ્છીક સંસ્થાઓના કાર્યકર્તાઓ અને અન્ય કેટલાક રક્તદાતાઓએ સ્વેચ્છાએ રક્તદાન કરતાં 300થી વધારે યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં ભિલોડા પીએસઆઈ રાજપૂત સહિત તેમની ટીમ તદ્દ ઉપરાંત બાયડ મહિલા પીઆઈ ગોહિલ અને તેમની ટીમે રક્તદાન કર્યું હતું.
રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)
લોકાર્પણ ન્યૂઝ