આરોગ્ય સેતુ બાબતે આખરે સરકારે આપી સ્પષ્ટતા

કોરોના વાઈરસની સ્થિતિ વચ્ચે કોન્ટેક્ટ ટ્રેસિંગના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર તરફથી આરોગ્ય સેતુ એપ લાવવામાં આવી હતી. કેન્દ્રીય માહિતી આયોગે મંગળવારે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર પાસે જવાબ માંગ્યો છે હતો કે જ્યારે આરોગ્ય સેતુ એપની વેબસાઈટ પર તેમનું નામ છે તો પછી તેમની પાસે એપ ડેવલપમેન્ટને લઈને વિગતો કેમ નથી? આયોગે આ મુદ્દે અનેક ચીફ પબ્લિક ઈન્ફોર્મેશન અધિકારીઓ સહિત નેશનલ ઈ-ગવર્નેંસ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અને કારણદર્શક નોટિસ મોકલી છે.
નોટિસમાં સ્પષ્ટતા માંગવામાં આવી છે કે તેમને કરોડો લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી આ કોન્ટેક્ટ ટ્રેસિંગ એપને લઈને કરવામાં આવેલી એક સ્પષ્ટ જવાબ કેમ નથી આપ્યો? હવે આરોગ્ય સેતુ એપની વેબસાઈટ કહે છે કે તેને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર અને મંત્રાલયે ડેવલપ કરી છે પરંતુ આ એપને લઈને કરવામાં આવેલી બંન્નેએ કહ્યું છે કે તેમની પાસે તેની માહિતી નથી કે આ એપને ડેવલપ કોણે કરી છે. જોકે સરકારે હવે સ્પષ્ટતા આપી છે કે આરોગ્ય સેતુ એપ ભારત સરકાર દ્વારા નિષ્ણાત સલાહ બાદ ડેવલપ કરવામાંઆવી છે. એપ રેકોર્ડ સમયમાં તૈયાર કરવામાં આવી છે અને આ એપમાં કોઈ ખામી નથી.