નશાબંધી અને આબકારી ખાતાના ક્લાર્ક લાંચ લેતા ઝડપ્યો

રાજકોટ નશાબંધી અને આબકારી ખાતાનો ક્લાર્ક 2 હજારની લાંચ લેતા ઝડપાયો, રીન્યુ થયેલા હેલ્થ પરમિટ આપવા ફરિયાદી પાસેથી 6 હજારની લાંચ માગી હતી ફરિયાદી પાસેથી પહેલા 6 હજારની લાંચ માગી હતી, અંતે રકઝક બાદ 2હજાર આપવાનો વાયદો કર્યો હતો. રાજકોટમાં નશાબંધી અને આબકારી ખાતાનો ક્લાર્ક રમેશ હરિભાઈ મજેઠીયા 2 હજારની લાંચ લેતા ઝડપાયો છે. ફરિયાદી પાસે રીન્યુ થયેલા હેલ્થ પરમિટ આપવા 6 હજારની લાંચ માગી હતી. પરંતુ ફરિયાદીએ લાંચ આપવી ન હોય રાજકોટ ફરિયાદ કરી હતી. આથી છટકુ ગોઠવી નશાબંધી અને આબકારી ખાતાની કચેરીમાં જ ક્લાર્કને બે હજારની લાંચ લેતા ઝડપી લીધો હતો.
6 હજારની લાંચની માંગ કરી હતી. ફરિયાદી નશાબંધી અને આબકારી વિભાગની હેલ્થ પરમીટ ધરાવે છે. પરમિટ રીન્યુની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી. બાદમાં રીન્યુ થયેલા હેલ્થ પરમિટ ફરિયાદીને આપવાની અવેજ પેટે ક્લાર્કે ફરિયાદી પાસે 6 હજારની લાંચની માગણી કરી હતી. અંતે રકઝકના અંતે 2 હજારની લાંચ આપવાનો વાયદો કર્યો હતો. લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય રાજકોટ પોતાની ફરિયાદ કરી હતી. ફરિયાદીની ફરીયાદના આધારે નશાબંધી કચેરી ખાતે ગોઠવેલા લાંચના છટકા દરમિયાન ક્લાર્ક 2 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો.
અગાઉ રાજકોટમાં ક્લાસ 2 ઇન્કમટેક્સ ઓફિસર 15 હજારની લાંચ લેતા ઝડપાયા રાજકોટના ક્લાસ 2 ઇન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા હતો. રૂપિયા 15,000ની લાંચ લેતા હાથે ઝડપાયા હતો. 12 માર્ચ 2019ના રોજ કલાસ 2 ઓફિસરે 15,000 ની લાંચ સ્વીકારી હોવાનું ACBની તપાસમાં સામે આવ્યું હતું વર્ષ 2011-12ના ઇન્કમટેક્સ રિટર્નમાં આવેલી ક્વેરી સોલ્વ કરવા ઓફિસરે અરજદાર પાસેથી 20 હજારની લાંચ માંગી હતી. બાદમાં 15,000ની લાંચ સ્વીકારી હતી. ભોગ બનનારે અરજી કરી હતી. અરજીના આધારે તપાસ શરૂ કર્યા બાદ લાંચ લીધી હોવાનું સામે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.