આઈટીના દેશભરમાં 42 જગ્યાઓ પર સામૂહિક દરોડા 62 કરોડ જપ્ત

આઈટીના દેશભરમાં 42 જગ્યાઓ પર સામૂહિક દરોડા 62 કરોડ જપ્ત
Spread the love

દેશમાં ઘણી જગ્યાઓ ઉપર ઇન્કમ ટેક્સ દ્વારા રેડ પાડવામાં આવી છે. ત્યારે આ દરમિયાન રાજધાની દિલ્હીમાં પણ ઇન્કમ ટેક્સ વિભાગને મોટી સફળતા મળી છે. આઇટી વિભાગે એન્ટ્રી ઓપરેટર સંજય જૈન અને તેના સહયોગીઓ પાસેથી 62 કરોડ રુપિયા રોકડા જપ્ત કર્યા છે. આઈટી રેડ ઈન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટના 42 સ્થળો પર દરોડાનોટબંધી બાદથી અત્યાર સુધીમાં દિલ્હી એનસીઆરમાં આ પ્રકારનો પહેલો મામલો છે, જ્યાં આટલી મોટી સંખ્યામાં રોકડ રકમ મળી હોય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દિલ્હી એનસીઆર, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ગોવામાં 42 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે.

દરોડાઓમાં મળી આવ્યા કરોડોના ઘરેણાં

ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયામાં કરચોરીના આરોપને લઇને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મોટા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અઠવાડિયાના શરુઆતમાં ઇન્કમ ટેક્સ દ્વારા રાજસ્થાનમાં ત્રણ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 12 કરોડ રુપિયા જપ્ત કરાયા હતા. તો શુક્રવારે પણ દિલ્હી, મુંબઇ, જયપુર અને કોટામાં કુલ 43 સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા. જ્યાંથી 1.5 કરોડ કિંમતના ઘરેણા મળ્યા હતા. એન્ટ્રી ઓપરેટરને ત્યાં દરોડામાં મોટી સફળતાઆ જ કડીમાં ઇન્કમ ટેક્સ વિભાગે દિલ્હીના એન્ટ્રી ઓપરેટર સંજય જૈન અને તેના સહયોગીના ઘર ઉપર દરોડા પાડ્યા છે. જેના કારણે એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. તેની વિરુદ્ધ કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

it-raid1-1024x683.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!