મોટી ખબર : વોટ્સએપથી કરી શકશો હવે પૈસાની લેણ-દેણ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના “યૂઝર્સ હવે ભારતમાં મની ટ્રાન્ફર સહેલાઇથી કરી શકશે. વોટ્સએપ દ્વારા તમે કોઇપણ બીજા વોટ્સએપ યૂઝર્સને કે યુપીઆઇ આઇડી (UPI ID)માં પૈસા મોકલી શકો છો. ખરેખર, યુપીઆઇ (UPI ID) પેમેન્ટ સર્વિસ લોન્ચ કરવા માટે વોટ્સએપને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાથી (NPCI)મંજૂરી મળી ગઇ છે. વોટ્સએપ ઘણાં સમયથી યુપીઆઈ સિસ્ટમનું ટેસ્ટ કરી રહ્યું હતું, પરંતુ પ્રાઇવસીને લઇને મામલો અટક્યો હતો. એનપીસીઆઇએ (NCPI) ગુરુવારે વોટ્સએપને લાઇવ કરવાની મંજૂરી આપી છે. હાલ ફક્ત 20 લાખ યૂઝર્સ જ આ સેવાનો લાભ લઈ શકશે.
200 મિલિયનથી વધુ યૂઝર્સ
હાલમાં ભારતમાં વોટ્સએપના 200 કરોડથી વધારે યુઝર્સ છે. એવું માનવામાં આવે છે કે વોટ્સએપ પે લોન્ચ થવાથી ફોન પે, પેટીએમ, ગૂગલ પે વગેરેને જોરદાર ટક્કર મળશે.
શું છે યુનિફાઇડ પેમેન્ટ ઇંટરફેસ / UPI
યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ અથવા યુપીઆઈ (Unified Payments Interface) એ રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે, જે મોબાઇલ પ્લેટફોર્મ દ્વારા તરત જ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. યુપીઆઈ દ્વારા તમે ઘણા યુપીઆઈ એપ્લિકેશનો સાથે બેંક એકાઉન્ટને લિંક કરી શકો છો. હાલ , ઘણાં બેંક ખાતાઓને યુપીઆઈ એપ્લિકેશન દ્વારા સંચાલિત કરી શકાય છે.
ઓક્ટોબરમાં થયા 200 કરોડ UPI ટ્રાન્જેક્શન
ઉલ્લેખનીય છે કે કોરોના સંકટ વચ્ચે લોકોએ ઘરે બેસીને નવો રેકોર્ડ બનાવ્યો છે. હકીકતમાં, 20 ઓક્ટોબર 2020 દરમિયાન, દેશભરમાં યુપીઆઈ આધારિત વ્યવહારોના કિસ્સામાં, દેશ એક મહિનામાં 200 કરોડના આંકડાને પાર કરી ગયો છે.
રિપોર્ટ : ગોહેલ સોહીલ કુમાર