રાેટરી અને RCC સિનિયર સીટીઝન ક્લબ ઓફ હળવદ દ્વારા મીઠાઈ અને ફરસાણનું વિતરણ

રાેટરી અને આર. સી.સી.સિનિયર સીટીઝન ક્લબ ઓફ હળવદ દ્વારા રાહતદરે વ્યાજબી ભાવે મીઠાઈ અને ફરસાણ નું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી નરનારાયણ યુવક મંડળ શ્રી સ્વામિનારાયણ મંદિર જવાહર ચોક, સુરેન્દ્રનગર દ્વારા બનાવેલ પ્રખ્યાત અને લોકપ્રિય એવી શુદ્ધ ઘીમાં બનેલ સાત્વિક અને ટેસ્ટી તેમજ સારી ગુણવત્તા વાળી મીઠાઈ અને ફરસાણ રોટરી ક્લબ દ્વારા હળવદના દરેક વર્ગના નગરજનો અને તાલુકાના લોકોને આ મોંઘવારીના સમયમાં રાહત મળે એવા હેતુથી લાવવામાં આવી હતી. કાજુ કતરી થી માંડી ને મોહનથાળ સુધીની વિવિધ 10 પ્રકારની 60 રૂપિયા થી 230 રૂપિયા ના ભાવના પાંચસો ગ્રામના 2300 બોક્સ મીઠાઈનું વેચાણ આર. સી.સી.સિનિયર સીટીઝન કલબ ઓફ હળવદના સભ્યો દ્વારા 2 દિવસ ખડે પગે ઉભા રહીને કરવામાં આવ્યું હતું.